Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

ગુજરાત સરકારની ચિંતન શિબિર 2024નું સમાપન પ્રસંગે મુખ્યમંત્રીનું સંબોધન અધિકારીઓને કહ્યુ,કર્મયોગના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી કર્મયોગી બની કામ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું વડાપ્રધાન મોદીની પ્રેરણા-માર્ગદર્શનમાં 2003 થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 23, 2024, 04:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન
  • સોમનાથ યાત્રાધામ ખાતે યોજાઈ ત્રિ-દિવસીય શિબિર
  • સમાપન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
  • “કર્મયોગના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી કર્મયોગી બની”
  • ” માલાફાઈડ ઈન્ટેન્શનને કોઈ કાળે ચલાવી લેવાશે નહીં.”
  • ” AI-ડેટા એનાલિસિસથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની સરકારની નેમ”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું વડાપ્રધાન મોદીની પ્રેરણા-માર્ગદર્શનમાં 2003 થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા છે.

–  રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા AI ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી.આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોકકલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી 100 ટકા લાભાર્થી આવરી લઈ સેચ્યુરેશનના અભિગમ અપનાવવા કરેલા આહવાનને ગુજરાત AI ના ઉપયોગથી સર્વગ્રાહી રીતે સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

– જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં AI નો ઉપયોગ સઘન બનાવવો

તેમણે ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો,જિલ્લા કલેકટરો,વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતાં કહ્યું કે,કુપોષણ,શિક્ષણ,આરોગ્ય,કૃષિ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી તથા જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં AI નો ઉપયોગ સઘન બનાવવો છે.આ હેતુસર ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવશે અને તેની ભલામણનો અહેવાલ એક મહિનામાં ટાસ્કફોર્સ આપે તેના આધાર પર AI અને ડેટા એનાલિસિસથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમ છે.

– ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ તથા ગ્રોથ એન્જિન બન્યું

મુખ્યમંત્રીએ કહ્યું કે,વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2003થી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલંત સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા છે.જેના પગલે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ તથા ગ્રોથ એન્જિન બન્યું છે.એટલું જ નહીં.આ શિબિરો ટેક્નોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે.વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન-મંથનથી જે ચર્ચા-વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે.

– માલાફાઈડ ઈન્ટેન્શનને કોઈ કાળે ચલાવી લેવાશે નહીં

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે,ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એક બનીને ટીમ તરીકે કામ કરીને ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યાં છે.સરકારી તંત્રએ એવી અસરકારક ભૂમિકા નિભાવવી જોઈએ કે,ખોટું કરનારાના મનમાં તંત્રની બીક રહે.તેમણે એમ પણ ઉમેર્યું કે,બોનાફાઈડ ઈન્ટેન્શનથી થયેલી ભૂલો ચલાવી શકાય પરંતુ માલાફાઈડ ઈન્ટેન્શનને કોઈ કાળે ચલાવી લેવાશે નહીં.મુખ્યમંત્રીએ કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને કર્મચારીમાંથી કર્મયોગી બનીને કામ કરવાની પ્રેરણા આપતા કહ્યું કે,આ સિદ્ધાંતો એકબીજા સાથે પરસ્પર એવા જોડાયેલા છે કે,કોઈ એક સિદ્ધાંતને જો વ્યક્તિગત જીવનમાં ઉતારીએ તો તેની અસર સમગ્રતયાં વ્યક્તિત્વ અને કતૃત્વ પર પ્રભાવશાળી રીતે પડે જ.

– નકારાત્મકતા સામે સકારાત્મક અભિગમ અપનાવવાની પ્રેરણા

ભૂપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારની નકારાત્મકતા સામે સકારાત્મક અભિગમ અપનાવવાની પ્રેરણા આપતા કહ્યું કે,સરકાર ખૂબ મહત્વપૂર્ણ ઉપયોગી પ્રજાલક્ષી કામગીરી કરતી જ હોય છે ત્યારે તેની જાણકારી લોકોને સમયસર મળતી રહે અને સોશિયલ મીડિયાના સમયમાં કોઈપણ માહિતી ઝડપથી ફેલાય છે ત્યારે,ખોટી વાતોની સામે સકારાત્મક અને સાચી વાતો લોકો સુધી ત્વરાથી પહોંચે તેવું દાયિત્વ આપણે સૌએ નિભાવવાનું છે.સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે,કોઈપણ ઘટના બની ગયા પછી તેને તાત્કાલિક સુધારવા અને ભવિષ્યમાં એવી કોઈ ભૂલ ના થાય એ માટેનો અભિગમ કેળવીને કામ કરવા મુખ્યમંત્રીએ પ્રેરણા આપી હતી.

– વિકાસલક્ષી કામગીરીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખો

આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જે જૂથચર્ચા સત્રો યોજાયા હતાં તેમાં રોજગારીની તકો ઊભી કરવા,ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા,સરકારી સેવાઓમાં સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે,તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મુકવા મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું હતું.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે,દરેક જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ પોતાના જિલ્લામાં આ ભલામણોમાંથી ત્રણ પ્રોજેક્ટ નક્કી કરીને તેના પર ઝડપથી કાર્યવાહી કરે અને સમયાંતરે તેની પ્રગતિની સમિક્ષા પણ કરતા રહે.વિકાસલક્ષી કોઈપણ કામગીરીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ ખાસ આગ્રહ રાખ્યો હતો.

Tags: AICHINTAN SHIBIRCM BHUPENDRA PATELGOVERMENT OF GUJARATSLIDERSOMANATHTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.