રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ફેમા કેસમાં પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યો અને વૈભવ ગેહલોત ED ઓફિસ પહોંચી ગયા સમન્સ જારી કર્યું હતું અને થોડા મહિના પહેલા ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ સ્થિત કંપની સામે દરોડા પાડ્યા હતા. આ કંપનીના ડાયરેક્ટર કથિત રીતે વૈભવ ગેહલોતના બિઝનેસ પાર્ટનર હોવાનું કહેવાય છે. EDએ કહ્યું કે મુંબઈમાં આવેલા ફર્મે શેરની ખરીદી અને વેચાણમાં FEMAની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED મુખ્યત્વે ત્રણ કાયદાઓ – PMLA, FEMA અને FEOA હેઠળ તપાસ કરે છે. વિદેશી ચલણના વ્યવહારો ‘ફેમા’ એક્ટ હેઠળ થાય છે. અને જેના ઉલ્લંઘન પર ED કાર્યવાહી કરે છે.