મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટી પર સુપ્રીમ કોર્ટે એક અભૂતપૂર્વ પગલું ભર્યું છે અને મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને 31 ડિસેમ્બર સુધીમાં ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, “અમે નથી ઈચ્છતા કે આ મામલો આગામી ચૂંટણી સુધી પેન્ડિંગ રહે. જો સ્પીકર સુનાવણી ન કરી શકે તો અમે તેમ કરીશું. અમે વારંવાર સ્પીકરને નિર્ણય લેવા માટે કહ્યું છે.”
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી દખલગીરી કરતાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સ્પીકર માટે સમય મર્યાદા નક્કી કરી છે. કોર્ટે સ્પીકરને સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના 33 ધારાસભ્યો સામેની ગેરલાયકાતની અરજી પર 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમ જ NCPના કેસમાં 31 જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.