ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.આ રોમાંચક મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી શકે છે. તેમની સાથે દેશના કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે.તો વળી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી PM રિચર્ડ માર્લ્સને પણ આ મેચ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.આશા છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી PM પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શાનદાર મેચ નિહાળશે.જો કે,હજુ બંને તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઈનલ રમશે.જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં ભારતે પ્રથમ દાવ રમતા 397 રન બનાવ્યા હતા. બાદમાં આ સ્કોરનો પીછો કરવા આવેલી ન્યુઝીલેન્ડની ટીમ 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ પોતાની પ્રતિભા દેખાડી હતી. તેણે ન્યૂઝીલેન્ડ માટે 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ લીધી હતી.
ભારત ફાઇનલમાં પહોચ્યાના બીજા જ દિવસે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જોકે, આ મેચ જીતવા માટે તેને પરસેવો પાડવો પડ્યો હતો, કારણ કે આફ્રિકાએ માત્ર 174 રનમાં 6 વિકેટ ઝડપી હતી.