સૌ પ્રથમ તો ટોસ હારીને વર્લ્ડ કપ ફાઈનલ જંગ માટે ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતા 240 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.જેમાં ખેલાડીઓના બેટિંગ પ્રદર્શનની વાત કરીઓ તો કે.એલ.રાહુલે 107 બોલમાં 66 રન અને વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રનની ઈનિંગ રમી,કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન ફટકાર્યા હતા.જ્યારે સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 18 રન કર્યા હતા.તો ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડને 2-2 સફળતા મળી.
જવાબમાં 241 રનના ટાર્ગેટનો પીછો કરતી ઓસ્ટ્રેલિયાની ટીમે 4 વિકેટ ગુમાવીને 6 વિકેટે વર્લ્ડ કપ 2023નું ટાઈટલ પોતાના નામે કર્યું.ફાઈનલ મેચમાં ટાર્ગેટનો પાછો કરતા ટ્રેવિસ હેડે 137 રનની મેચ વિજયી ઈનિંગ રમી હતી.જ્યારે માર્નસ લાબુશેને 58 રન બનાવીને નોટઆઉટ રહ્યો.ભારતીય બોલર્સમાં જસપ્રીત બુમરાહે 2 અને મોહમ્મદ શમીની સાથે મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી હતી.
આ પ્રકારે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે.ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી હરાવી દીધું.ઓસ્ટ્રેલિયાએ 241 રનના ટાર્ગેટને 42 બોલ બાકી રહેતા પૂરો કર્યો હતો.