ચૂંટણી પંચે ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લાંચ, ખીસ્સા કાતરું અને લોન માફી સંબંધિત ટિપ્પણીઓ બદલ કારણ બતાવો નોટિસ જારી કરી હતી. જેના કારણે રાહુલની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા ‘પનોતી’, ‘ખીસ્સા કાતરું’ અને લોન માફી અંગેની ટિપ્પણીઓ બદલ કારણ બતાવો નોટિસ જારી કરી છે. તેનાથી રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. રાહુલે નિર્ધારિત સમયમાં તેનો જવાબ આપવો પડશે. જો ચૂંટણી પંચ કોંગ્રેસના નેતાના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો કાર્યવાહી પણ થઈ શકે છે.