પ્રતિવર્ષ 26 નવેમ્બરને સમગ્ર દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો.ત્યારે આજે અમે આપને ભારતીય બંધારણની કેટલીક એવી વિશેષતાઓ અને ખૂબીઓ જણાવીશું કે જેનાથી કદાચ આપ અત્યાર સુધી અજાણ હશો.
વાત છે રામ નામની….
આજે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને સમગ્ર દેશ રામમય બન્યો છે.ત્યારે એક વાતથી તમે અજાણ હશો કે રામ ભારતના બંધારણના આત્મા છે. જી હા ભારતીય બંધારણના પ્રથમ પુષ્ટ પર ભગવાન રામની છબી અંકિત છે.
જો કે ભગવાન શ્રી રામ કણ કણમાં વસેલા છે.પરંતુ ભગવાન શ્રી રામનો ભારતીય બંધારણ સાથે વિશેષ સંબંધ છે.જ્યારે વાત આવે ભારતીય બંધારણની તો ભગવાન શ્રી રામના ચિત્ર જે બંધારણની મૂળ નકલ પર અંકિત છે.
સંસદમાં સચવાયેલી બંધારણની આ નકલ ખુબ જ વિશેષ અને આકર્ષિત છે.
ભગવાન શ્રી રામની આ તસવીર બંધારણના એ ભાગમાં છે, જેમાં મૂળભૂત અધિકારોની વાત છે. બંધારણમાં જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની છબી છે.તેમાં તેમના પત્ની સીતાજી અને તેમના નાના ભાઈ લક્ષ્મણજીને પણ દર્શાવાયા છે. મહત્વનું છે કે આ ચિત્ર તે સમયનું છે. જ્યારે ભગવાન શ્રી રામ લંકાપતિ રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા હતા. રાજકીય મૂલ્યો, સંસ્કૃતિ અને નૈતિકતાના આદર્શ એવા ભગવાન શ્રી રામનું જીવન દર્શન અને વ્યક્તિત્વ આપણા બંધારણીય મૂલ્યો સમાન છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે બંધારણનું ઘડતર થઇ રહ્યુ હતુ.ત્યારે પાંનાની ઉપર અને નીચેના ભાગમાં કેટલીક જગ્યા ખાલી રાખવામાં આવી હતી.આવી સ્થિતિમાં,આ ખાલી જગ્યામાં ભારતની 5000 વર્ષ જૂની સંસ્કૃતિ પ્રદર્શિત કરવા વિચારણા કરવામાં આવી હતી.જે બાદ નંદલાલ બોઝને સત્યનિકેતનમાં આમંત્રણ આપ્યું હતું. બાદમાં,સમિતિ સાથે સંકળાયેલા તમામ લોકોએ તેના પર હસ્તાક્ષર કર્યા, અને આ ચિત્રોને બંધારણની ખાલી જગ્યામાં સમાવવા માટે સંમત થયા હતા.
બંધારણની મૂળ નકલ પર નજર કરીએ તો આજે પણ ત્યાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણનું ચિત્ર છે. છેલ્લા પૃષ્ઠ પર સમિતિના તમામ સભ્યોની સહીઓ છે.
શ્રીરામ ભારતીય બંધારણના આત્મા છે
શ્રી રામનું ચરિત્ર દયાળુ અને ન્યાયી વ્યક્તિત્વ જાણીતું છે, અને તેમની રામ-રાજ્યની વ્યવસ્થામાં પણ માનવ જીવનના આ મૂલ્યોને આત્મસાત કરે છે. વિવિધ રામાયણ અને લોકકથાઓમાં, આપણે પ્રજા પ્રત્યે શ્રી રામની રામ રાજ્ય અને પ્રજા સુખીની અનેક નીતિઓ જોતા આવ્યા છે. જે આપણા વર્તમાન બંધારણના મૂલ્યો સમાન છે.
ઉલ્લેખનીય છે કે જે તે સમયે શ્રી રામે કોઈપણ જાતિના ભેદભાવ વિના તેમના કરતાં નીચલી જાતિના લોકો સાથે તેમના શાહી મિત્રો મિત્રો જેવો જ આદર આપવામાં આવ્યો હતો. રંગભેદ અથવા વંશીય ભેદભાવને નકારીને, રઘુનંદને ભીલ જાતિના શબરી માતાના આરોગેલા એંઠા બોર સ્વીકાર્યા હતા.
એક રાજા તરીકે, રાજા શ્રી રામ પ્રજાના અધિકારોના રક્ષક હતા. સાથે જ તેમની સાથે સમાનતા ધરાવતા હતા.
એટલુ જ નહિ ભારતીય બંધારણ આજે જે તમામ લોકોને પોતાના હક અને અધિકાર સાથે સ્વતંત્રતા આપે છે. જે રામ રાજ્યની જ દેન છે. મહત્વનું છે કે શ્રી રામ યુદ્ધમાં તેમના દુશ્મનો અને માનવ સ્વભાવના વિરોધીઓ જેવા કે રાવણ અને તડકાને માર્યા પછી તેમણે માનવતા દાખવી તેમના માટે આદરણીય અંતિમ સંસ્કારની ખાતરી આપી હતી.
જ્યારે શ્રી રામને ખબર પડી કે મહારાજા દશરથે તેમના રાજ્યાભિષેકની જાહેરાત કરી છે,ત્યારે આ સાંભળીને તેમનો પહેલો પ્રશ્ન એ હતો કે તેમના ત્રણ ભાઈઓ માટે શું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે? તેમનું માનવું હતું કે તેમના ભાઈઓનો પણ અયોધ્યા રાજ્ય પર સમાન અધિકાર છે અને તેમને પણ સમાન અધિકાર મળવો જોઈએ…..
ત્યારે આજના આપણા લોકતાંત્રિક એવા ભારત દેશમાં રામ રાજ્યની પરિભાષામાં ધણી ખરી સમાનતા છે. ભારતના સાંસ્કૃતિક, નૈતિક અને રાજકીય મૂલ્યોના આદર્શ એવા શ્રી રામનું વ્યક્તિત્વ અને જીવન ફિલસૂફી આપણા બંધારણીય મૂલ્યો સમાન છે તે સ્વીકારવું ખોટું નહીં હોય.