RSS વડા મોહન ભાગવતે થાઈલેન્ડના બેંગકોકમાં આયોજિત ‘વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2023’માં ભાગ લીધો હતો.આ દરમિયાન તેમણે કહ્યું કે આખી દુનિયા એક પરિવાર છે.અને તે બધાને આર્ય બનાવશે.શિસ્તનું પાલન કરવા માટે ભારતના તમામ સંપ્રદાયોને શુદ્ધ કરવાની જરૂર છે.
તો વધુમાં મોહન ભાગવતે કહ્યું કે,“આજનું વિશ્વ હવે શાંતિના માર્ગથી ભટકી રહ્યું છે.2000 વર્ષથી દુનિયાએ સુખ અને શાંતિ લાવવા માટે ઘણા પ્રયોગો કર્યા છે.દરેક વ્યક્તિએ ભૌતિકવાદ સામ્યવાદ અને મૂડીવાદનો પણ ઉપયોગ કર્યો છે.અને જુદા જુદા ધર્મો અજમાવ્યા છે અને ભૌતિક સમૃદ્ધિ મેળવી છે પરંતુ હજુ પણ સંતોષ નથી.
હવે દરેકને ભારત પાસેથી આશા છે.
તેમણે કહ્યું કે કોરોના સમયગાળા પછી,વિશ્વએ ફરીથી વિચારવાનું શરૂ કર્યું છે અને એવું લાગે છે કે તેઓ એકમત છે કે ભારત તેમને રસ્તો બતાવશે. કારણ કે આ ભારતની પરંપરા રહી છે અને ભારત પહેલા પણ આવું કરી ચૂક્યું છે.અમે હંમેશા આનો પુરાવો આપ્યો છે.હવે વિશ્વને ભારત પાસેથી આશા છે. અને એ જ આપણા સમાજ અને રાષ્ટ્રનું લક્ષ્ય છે.
ઉલ્લેખનીય છે કે ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસ પરિષદની થીમ ‘જયસ્ય આયતનમ ધર્મ’ રાખવામાં આવી છે. તેનો અર્થ ‘ધર્મ, વિજયનો આધાર.’ એવો થાય છે.આ કોન્ફરન્સ 26મી નવેમ્બર સુધી ચાલશે.જેમાં હિંદુઓની સિદ્ધિઓની સાથે સાથે વિશ્વના અનેક ક્ષેત્રોમાં હિંદુઓ પર થઈ રહેલા ભેદભાવ,અત્યાચારો અને તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.