ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે.એક 20 વર્ષીય મુસ્લિમ યુવકે એક બસ કન્ડક્ટર પર છરા વડે હુમલો કરી દીધો હતો. જે બાદ તે ત્યાંથી નાસી છુટ્યો હતો. એટલુ જ નહિ આ યુવકે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેમાં તે કહેતો જોવા મળે છે કે કન્ડક્ટરે ‘ઈસ્લામ ધર્મનું અપમાન’ કર્યું હતું. એટલે તેણે તેની ગરદન કાપી નાખી હતી. તો લોકોનું એમ પણ કહેવુ છે કે આ યુવકે ભાગતાં-ભાગતાં ‘અલ્લાહુ અકબર’ અને ‘જમાત અભી જિંદા હૈ’ના નારા પણ લગાવ્યા હતા.
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આરોપી લારેબ બસ કન્ડક્ટર પર હુમલો કર્યો હોવાનો સ્વીકાર પણ કરે છે. અને કારણ જણાવતા કહે છે કે 1 મિનીટ 28 સેકન્ડના આ વીડિયોમાં તે ‘અસ્સલામ આલેકુમ’થી શરૂઆત કરે છે. અને કહે છે કે તેણે કન્ડક્ટર પર ‘ઈસ્લામના અપમાન’ બદલ હુમલો કર્યો છે અને હવે તે બચી શકશે નહીં.
ઘટના બાદ પ્રયાગરાજ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
આરોપીએ તેનું હથિયાર ક્યાંક છુપાવી રાખ્યુ હતુ. જે સ્થળે હથિયાર જપ્ત કરવા તેને લઇ જવાતા તેણે પોતે સંતાડી રાખેલી પિસ્તોલથી પોલીસ પર હુમલો કરી દીધો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કરવો પડ્યો હતો. જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં હાલ સારવાર ચાલી રહી છે. જો કે યુપી પોલીસે IPCની સંગત ધારાઓ હેઠળ કેસ દાખલ કરી દીધો હતો. હાલ આગળની તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ હાજીગંજના મોહમ્મદ યુનુસનો પુત્ર લારેબ હાસ્મી સોરાંવનો રહેવાસી છે. અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં બી.ટેકના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. ટિકિટના પૈસાને લઈને કંડક્ટર સાથે તેનો વિવાદ થયો હતો. જેના કારણે તેણે કંડક્ટર પર હુમલો કર્યો હતો. એન્જિનિયરિંગના વિદ્યાર્થીના પિતા તેમના ગામમાં પોલ્ટ્રી ફાર્મ ચલાવે છે.