26/11 ના એ આંતકી હુમલાને 15 વર્ષ પણ પછી પણ દેશ ભુલાવી શક્યુ નથી.15 વર્ષ પહેલા એટલે કે 26 નવેમ્બર 2008ના રોજ આંતકીઓએ કરેલા હુમલામાં 20 સુરક્ષાદળના જવાનો સહિત કુલ 174 લોકો માર્યા ગયા હતા. જેમાં 26 વિદેશી નાગરિકો પણ સામેલ હતા. આ હુમલામાં 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. કરાચીથી આવેલા લશ્કર-એ-તૈયબાના 10 બંદૂકધારીઓએ કરેલા એ હુમલો ભારતના ઇતિહાસમાં સૌથી ખરાબ હુમલામાંથી એક છે.
આ આતંકી હુમલાએ ફરી સાબિત કર્યું હતુ કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપતું હતું.
આ સાથે જ ભારતના બીજા પાડોશી દેશ ચીનની કાળી કરતુત પણ જાહેર થઇ છે. ઘટનાના પંદર વર્ષ પછી પણ લશ્કર-એ-તૈયબા ચીનના સમર્થનથી પાકિસ્તાનમાં સક્રિય છે. UNSC એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતમાં બનેલી આંતકી ઘટનામાં ભારતને ન્યાય મેળવવા માટે ચીન અવરોધરૂપ બની રહ્યુ છે.
સંયુક્ત રાષ્ટ્રમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને સમર્થન આપવા માટે અત્યાર સુધી ચીને શું કર્યું આવો જોઇએ…..
ડિસેમ્બર 2010માં ચાઇનાએ યુએનમાં 26/11ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પર પ્રતિબંધ પર અવરોધ ઉભો કર્યો….17 જુન 2022ના રોજ ચીને પ્રતિબંધીત એવા અબ્દુલ રહેમાન મક્કીને ફોરેન ટેરિરિસ્ટ ઓર્ગેનાઇઝેશનનો હદ્દો આપ્યો….
ઉલ્લેખનીય છે કે મક્કી 26/11ના હુમલામાં પણ સામેલ હતો
17 સપ્ટેમ્બર, 2022 ના રોજ, ચીને બ્લેક લિસ્ટ થયેલા અને મુળ પાકિસ્તાની તથા લશ્કરે તૈયબાના મિલિટન્ટ સાજીદ મીરને બ્લેક લિસ્ટમાંથી કાઢવા માટે અપીલ કરી હતી. આતંકવાદી સાજીદ મીર ભારતના મોસ્ટ વોન્ટેડમાંથી એક આતંકવાદી છે. મીર જીવલેણ 26/11 મુંબઈ હુમલાનો મુખ્ય હેન્ડલર પણ છે.
19 ઓક્ટોબર, 2022 ના રોજ, ચીન પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મહમૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ ઉભો કર્યો હતો.
ચીન ઇચ્છતુ ન હતુ કે શાહિદ મહમુદને વૈશ્વિક આંતકી જાહેર કરાઇ. 2016માં મહમૂદે તેની પ્રાથમિકતા ભારત અને અમેરિકા પર હુમલો કરવાની દર્શાવી હતી.
20 ઓક્ટોબર, 2022 ના રોજ યુએનમાં ચીને લશ્કર-એ-તૈયબાના આંતકવાદી હાફિઝ સઇદ અને તેનો પુત્ર તલ્હા સઇદ પર પ્રતિબંધ લાદવાના ઠરાવમાં અવરોધ ઉભો કર્યો હતો. અને આંતકીઓને બચાવવાના પ્રયાસ કર્યા હતા.
20 જૂન, 2023 ના રોજ ફરી એકવાર ચીને લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આંતકવાદ ઘોષિત કરવાના ભારતના ઠરાવ પર પાણી ફરી વાળ્યુ હતુ.
એલએટીનો આંતકી સાજિદ મીર ભારતમાં થયેલા 26/11 હુમલાનો વોન્ટેડ આતંકી છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં આંતકવાદને ખતમ કરવાના અને આતંકવાદનો વિરોધ કરવાના ભારતના દરેક પ્રયાસમાં ચીન આતંકવાદીઓની સાથે ઊભું રહી હંમેશાથી રોડા નાંખતુ આવ્યુ છે. હંમેશા ચીન આંતકવાદીઓને પડખે આવીને ઉભુ રહી જાય છે. અને તેમને પાકિસ્તાનની ધરતી પર પનપવા પર મદદ કરે છે.
તો આ તરફ ચીને જૈશ-એ-મોહમ્મદ, મસૂદ અઝહર અને અન્ય જૂથોને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્તોમાં પણ અવરોધ ઉભો કર્યો છે.
જો એક દેશ સમગ્ર વિશ્વના જોખમ સામે વારંવાર પોતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યુ છે. તો આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે સંયુક્ત રાષ્ટ્ર ઉપર કેવી અસર છોડે છે? તે એક વિચારવા જેવી બાબત છે.