કેનેડામાં હિન્દુ અને ભારતીય સમુદાય વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થકોની ગતિવિધિઓ પુરજોશમાં ચાલી રહી છે. તે વચ્ચે તાજેતરમાં જ બનેલી એક ઘટનામાં જ્યાં ભારતીય-કેનેડિયન સમુદાયે હોબાળો મચાવવા મંદિરમાં પહોંચેલા ખાલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. મળતી માહિતી મુજબ બંને પક્ષો વચ્ચે લગભગ 3 કલાક સુધી તણાવ રહ્યો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
મામલો શુ હતો તેની વાત કરીએ તો ગત રવિવારે લક્ષ્મી નારાયણ મંદિર ખાતે કોન્સ્યુલર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે તે દરમિયાન SFJ એટલે કે શીખ ફોર જસ્ટિસ દ્વારા બોલાવવામાં આવેલા પ્રદર્શનકારીઓએ હંગામો મચાવ્યો હતો. લગભગ 25 વિરોધીઓ હતા. મંદિરની બહાર રસ્તાની બંને બાજુએ બે જૂથો વચ્ચે ઝઘડો થતો હતો. ખાલિસ્તાનીઓ ધમકી આપી રહ્યા હતા. તો આ તરફ મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું કે, ‘મંદિર પર હુમલો થઈ રહ્યો છે. આવો અને તેને બચાવો.’
સાથે જ ભારતીય કોન્સ્યુલેટે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં કોન્સ્યુલર કેમ્પનું પણ આયોજન કર્યું હતું.
ખાલિસ્તાનીઓએ ત્યાં પણ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. કેનેડામાં 6 સ્થળોએ સમાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ખાલિસ્તાન સમર્થકોની ધમકીઓને કારણે ત્યાં પોલીસ ખડકી દેવાઇ હતી. વાસ્તવમાં, આનું કારણ વૃદ્ધોને સુવિધા આપવાનું છે, જેમને ભારતીય મિશન સુધી પહોંચવા માટે ઓટાવા, ટોરોન્ટો અથવા વેનકુવર જવું પડતું હતું.