ઈલેક્ટ્રિક સિટી બસમાં “જેહાદી જીંદા હૈ” અને “અલ્લાહ-હુ-અકબર”ના નારા લગાવીને કંડક્ટર હરિકેશ પર કરવામાં આવેલા હુમલાની તપાસમાં લાગેલી સુરક્ષા એજન્સીઓ અને પોલીસને મહત્વની માહિતી મળી છે. અત્યાર સુધીની તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે આરોપી B.Tech સ્ટુડન્ટ લરૈબ હાશ્મી દ્વારા કરવામાં આવેલો હુમલો ‘લોન વુલ્ફ એટેક’ હતો. આ પદ્ધતિ આતંકવાદીઓ અપનાવે છે જેઓ એકલા હાથે અનેક લોકોની હત્યા કરે છે.પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી પાકિસ્તાનના રિઝવી નામના મૌલાનાના ભાષણો સાંભળતા હતો. જેના કારણે તે ધર્મ માટે કંઈ પણ કરી છુટવાની ભાવના ધરાવતો હતો.
તપાસમાં આવી અનેક હકીકતો સામે આવ્યા બાદ રવિવારે પણ ATS, IB અને પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. હોસ્પિટલમાં આરોપી અને તેના સંબંધીઓ, મિત્રો અને પોલીસ સ્ટેશનમાં સહપાઠીઓને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સાથે આરોપીના ઘરેથી મળી આવેલી પેન ડ્રાઈવ, કોમ્પ્યુટર, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.
તપાસમાં લારૈબના ઘરેથી ઈલેક્ટ્રોનિક સાધનોની સાથે પાંચ ડાયરીઓ પણ મળી આવી છે. સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તે ડાયરીઓના પાના ફેરવી રહી છે. જેથી શંકાસ્પદ આતંકવાદી કનેક્શનનું સત્ય બહાર આવી શકે. ઈલેક્ટ્રોનિક સાધનોની તપાસમાંથી પણ મહત્વના ઈનપુટ મેળવાની શક્યતા છે.
પોલીસે તેની સાથે ભણતા વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે લારૈબ ઘણીવાર માફિયા અતીકનું નામ લેતો હતો. તે માફિયાઓની જેમ માથા પર સફેદ રંગનો દુપટ્ટો બાંધતો હતો. આના આધારે એવું માનવામાં આવે છે કે લારૈબ હાશમી આતિકનો ફેન હતો. તે પણ ઝડપથી પોતાનું નામ કમાવવા માંગતો હતો. જોકે, આરોપીએ પૂછપરછ દરમિયાન આ અંગે કંઈ જણાવ્યું ન હતું.