તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી છે. હાલમાં, KCRના નેતૃત્વમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની સરકાર છે.ત્યારે ભાજપે ફરી એકવાર પોતાના વચનનું પુનરાવર્તન કર્યું. તેલંગાણા બીજેપી અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ કહ્યું કે જો પાર્ટી સત્તામાં આવશે. તો હૈદરાબાદનું નામ બદલીને ‘ભાગ્યનગર’ કરવામાં આવશે.
વધુમાં રેડ્ડીએ કહ્યું, “જો તેલંગાણામાં ભાજપની સરકાર આવશે તો હૈદરાબાદનું નામ બદલી દેવામાં આવશે. વધુમાં રેડ્ડીએ કહ્યુ મેં પૂછ્યું હૈદર કોણ છે? હૈદર નામની જરૂર છે? હૈદર ક્યાંથી આવ્યો? હૈદરની કોને જરૂર છે? જો ભાજપ સત્તામાં આવશે. તો ચોક્કસપણે હૈદર નામ હટાવી દેવામાં આવશે. અને શહેરનું નામ બદલીને ભાગ્યનગર કરવામાં આવશે.
તાજેતરમાં, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેલંગાણામાં તેમની ચૂંટણી રેલીઓમાં કહ્યું છે કે હૈદરાબાદનું નામ ભાગ્યનગર અને મહબૂબનગરનું નામ બદલીને પાલામુરુ રાખી દેવું જોઇએ…