વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલંગાણા પ્રવાસનો ત્રીજો અને છેલ્લો દિવસ છે. વિધાનસભા ચૂંટણીને લઈને મહબૂબાબાદમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમએ કોંગ્રેસ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આ બંને પાપી છે.
સોમવારે 27મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલંગાણા પ્રવાસનો ત્રીજો અને છેલ્લો દિવસ છે. વિધાનસભા ચૂંટણીને લઈને મહબૂબાબાદમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમએ કોંગ્રેસ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આ બંને પાપી છે. આ બંને તેલંગાણા રાજ્યને બરબાદ કરી રહ્યા છે. તેલંગાણાના લોકો એક ‘બીમારી’ને દૂર કરી શકતા નથી અને બીજા ‘રોગ’ને પ્રવેશવા દેતા નથી.
તેમણે વધુમાં કહ્યું, “કેસીઆરને પહેલેથી જ ભાજપની વધતી તાકાતનો અહેસાસ થઈ ગયો હતો. તેથી, લાંબા સમયથી KCR કોઈક રીતે ભાજપ સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે તેઓ એકવાર દિલ્હી આવ્યા હતા ત્યારે કેસીઆર મને મળ્યા હતા અને તે જ કહ્યું હતું. પરંતુ, ભાજપ તેલંગાણાના લોકોની ઇચ્છા વિરુદ્ધ કંઈ કરી શકે નહીં. જ્યારથી ભાજપે KCRને ના પાડી છે ત્યારથી BRS ગુસ્સે થઈ ગઈ છે અને હવે મારી સાથે દુર્વ્યવહાર કરવાની કોઈ તક છોડતી નથી. BRS જાણે છે કે મોદી બીઆરએસને ક્યારેય ભાજપની આસપાસ ભટકવા દેશે નહીં. આ વાયદો મોદીનો છે અને મોદીએ આપેલા વાયદા હંમેશા પૂરા કરવામાં આવે છે.
પીએમ મોદીએ કહ્યું કે, “તેલંગાણાને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે અને તેલંગાણાના લોકોએ નક્કી કર્યું છે કે તેલંગાણાના આગામી મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના જ હશે.” ભાજપ વચન આપે છે કે તમારો આગામી મુખ્યમંત્રી પછાત વર્ગમાંથી હશે. તેલંગાણાને BRSની ચુંગાલમાંથી મુક્ત કરવાનું ભાજપ પોતાનું કામ માને છે. કેસીઆરે જે પણ કૌભાંડો કર્યા છે તેની તપાસ ભાજપ સરકાર કરશે.
બીઆરએસના ભ્રષ્ટ લોકોને જેલમાં મોકલવાનો અમારો સંકલ્પ છે.” મહબૂબાબાદમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું, ”તેલંગાણા પરંપરા અને ટેકનોલોજી માટે જાણીતું છે પરંતુ કેસીઆરે આ રાજ્ય પર અંધશ્રદ્ધાનું લેબલ લગાવી દીધું છે. ફોર્મ હાઉસ સીએમને શું જોઈએ છે? ફાર્મ હાઉસ સીએમ અંધશ્રદ્ધાના ગુલામ છે. ફાર્મ હાઉસ સીએમ 3 ડિસેમ્બરે હારી જશે.