બિહારમાં ઉર્દૂ સ્કૂલો તથા મુસ્લિમ ક્ષેત્રમાં શુક્રવારે રજા અપાશે
હિંદુ તહેવારોની રજામાં કાપ મુક્યો,મુસ્લિમ તહેવારોમાં રજા વધારી
ભાજપના નેતાઓએ કહ્યુ બિહાર હવે ઇસ્લામિક સ્ટેટ બનવા તરફ
બિહારની શાળાઓમાં રજાઓને લઈને ભારે હોબાળો મચ્યો છે.એક તરફ,બિહાર સરકારે હિન્દુ તીજના તહેવારોની રજાઓ રદ કરી છે.અથવા રજાના દિવસોની સંખ્યામાં ઘટાડો કર્યો છે.તો આ તરફ મુસ્લિમ તહેવારોની રજાઓ વધારી દેવાઇ છે.આ સંદર્ભે બિહારના શિક્ષણ વિભાગ દ્વારા એકેડેમિક કેલેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડર જોઈને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહારો શરૂ કર્યા છે. અને તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી છે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સીધો પ્રહાર કરતા કહ્યું કે બિહાર સરકારે ફરી એકવાર તુષ્ટિકરણની રાજનિતી રમવાની શરૂઆત કરી છે.જન્માષ્ટમી,રામ નવમી,રક્ષાબંધન અને શિવરાત્રી જેવા હિન્દુ તહેવારોની રજાઓ રદ્દ કરવામાં આવી છે.હિંદુઓને જાતિઓમાં વહેંચ્યા બાદ હવે મુખ્યમંત્રી લઘુમતીઓને ખુશ કરવામાં વ્યસ્ત છે.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેને બિહારનું ઈસ્લામિક રિપબ્લિક ગણાવ્યું છે.
તો આ તરફ અશ્વની કુમાર ચૌબેએ કહ્યુ કે વોટ બેંક માટે સનાતનને નફરત કરતી સરકાર માટે શરમ આવે છે. તમને જણાવી દઈએ કે બિહાર સરકારના શિક્ષણ વિભાગે વર્ષ 2024 માટે શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડ્યું છે. સરકારી શાળાઓ આ કેલેન્ડર મુજબ ચલાવવામાં આવશે.
વિભાગ દ્વારા આ કેલેન્ડરમાં આપવામાં આવેલી રજાઓની માહિતીમાં હિન્દુ તહેવારોમાં રજાઓ ઘટાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ખાસ કરીને રામનવમી,મહાશિવરાત્રી,તીજ,જીતિયા,શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર,જન્માષ્ટમી,અનંત ચતુર્દશી,ભાઇબીજ,ગોવર્ધન પૂજા,કાર્તિક પૂર્ણિમાના દિવસે રજાઓની કોઈ જોગવાઈ નથી.અત્યાર સુધી આ તહેવારો પર એક દિવસની રજા હતી.તેવી જ રીતે હોળી,દિવાળી,છઠ અને દુર્ગા પૂજાની રજાઓ ઘટાડવામાં આવી છે.જ્યારે ઈદ,બકરીઇદ અને મોહરમની રજાઓ આપવામાં આવી છે.