નેધરલેન્ડમાં ચૂંટણીમાં જીત મેળવનાર દક્ષિણપંથી નેતા ગીર્ટ વાઈલ્ડર્સેએ એવા મુસલમાનોને દેશ છોડવા માટે કહ્યુ છે કે જેઓ કુરાનને દેશના કાયદા કરતા વધુ મહત્ત્વપૂર્ણ ગણે છે.
નેધરલેન્ડ ફ્રીડમ પાર્ટીના નેતા ગીર્ડ વાઇલ્ડર્સ, જે નેધરલેન્ડના આગામી વડા પ્રધાન બની શકે છે, તેમના એક વિડિયોમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યુ છે.
જોકે, ગીર્ટ વાઈલ્ડર્સના આ વીડિયોએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે.
ખાસ કરીને યુરોપમાં, જ્યાં ઘણા દેશોમાં મુસ્લિમ વિરોધી નેતાઓ ચૂંટણીમાં સફળતા મેળવી રહ્યા છે. સાથે જ દેશના ટોચના હોદ્દા પર પહોંચી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગીર્ટ વાઈલ્ડર્સ નેધરલેન્ડના એવા નેતા છે જેમણે નૂપુર શર્માનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું.