નેધરલેન્ડમાં ચૂંટણીમાં જીત મેળવનાર દક્ષિણપંથી નેતા ગીર્ટ વાઈલ્ડર્સેએ એવા મુસલમાનોને દેશ છોડવા માટે કહ્યુ છે કે જેઓ કુરાનને દેશના કાયદા કરતા વધુ મહત્ત્વપૂર્ણ ગણે છે.નેધરલેન્ડ ફ્રીડમ પાર્ટીના નેતા ગીર્ડ વાઇલ્ડર્સ, જે નેધરલેન્ડના આગામી વડા પ્રધાન બની શકે છે, તેમના એક વિડિયોમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યુ છે.
ગીર્ટ વાઈલ્ડર્સના આ વીડિયોએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે.ખાસ કરીને યુરોપમાં, જ્યાં ઘણા દેશોમાં મુસ્લિમ વિરોધી નેતાઓ ચૂંટણીમાં સફળતા મેળવી રહ્યા છે. સાથે જ દેશના ટોચના હોદ્દા પર પહોંચી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગીર્ટ વાઈલ્ડર્સ નેધરલેન્ડના એવા નેતા છે જેમણે નૂપુર શર્માનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું.
વાયરલ થઈ રહેલા વિડિયોમાં, તે કથિત રીતે કહેતો સંભળાયો છે,“આ નેધરલેન્ડના તમામ મુસ્લિમો માટે એક સંદેશ છે, જેઓ આપણી સ્વતંત્રતા, આપણી લોકશાહી અને આપણા મૂળ મૂલ્યોનું સન્માન નથી કરતા, જેઓ આપણા બિનસાંપ્રદાયિક કાયદાઓથી વધારે કુરાનના નિયમોનું પાલન કરે છે.”
ગીર્ટ વાઇલ્ડર્સએ વધુમાં તેમના કાયદાઓ ના માનનાર મુસ્લિમોને જાહેરમાં ચેતવણી આપી છે કે તમને અહિંથી નીકળી જાઓ અને કોઇ ઇસ્લામિક દેશમાં જાઓ. જ્યાં તમે ઇસ્લામિક નિયમોનો આનંદ માણી શકો છો. આ તેમના નિયમો છે, પરંતુ અમારા નથી.”
ઉલ્લેખનીય છે કે ગીર્ટ વાઇલ્ડર્સ એવા નેતા છે જે ભારતમાં હિંદુ-મુસ્લિમ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના અભિપ્રાય આપે છે. અને ભારતમાં એક વિશાળ ચાહકવર્ગ પણ ધરાવે છે. તો ભારતીય લોકો પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કોમેન્ટ કરે છે. પેલેસ્ટાઈનીઓને જોર્ડન મોકલો.જેવા ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે નેધરલેન્ડના નેતાના નિવેદનથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ મચી ગયો છે.