મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં બુધવારે સવારે એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ મકાન ધરાશાયી થયા હતા, જે બાદ 11 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબઆ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે અંગે કોઈ સંખ્યા જાહેર કરી ન હતી. ચેમ્બુર વિસ્તારમાં ગોલ્ફ ક્લબ પાસેના જૂના બેરેકમાં સવારે 7.50 વાગ્યે આ ઘટના બની હતી.
કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ચારથી પાંચ બે માળના મકાનો ધરાશાયી થયા હતા. અધિકારીએ જણાવ્યું કે 11 લોકોને ધરાશાયી મકાનોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ચાર લોકોને ગોવંડીની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાંચ ફાયર ટેન્ડર, પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, એમ્બ્યુલન્સ સેવા અને અન્ય એજન્સીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.