વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે.વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ સરકારી વિભાગોમાં નિયુક્ત આ યુવાનોને પણ સંબોધિત કરનાર છે.જે વિભાગોમાં આ નવનિયુક્ત કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે તેમાં મહેસૂલ,ગૃહ,ઉચ્ચ શિક્ષણ,શાળા શિક્ષણ, નાણાકીય સેવાઓ, સંરક્ષણ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને શ્રમ અને રોજગારનો સમાવેશ થાય છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યુ કે’રોજગાર મેળા’ના ભાગરૂપે દેશભરમાં 37 સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે