સયુંકત આરબ એમિરતમાં સૌપ્રથમ હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે જે ભવ્ય અને દિવ્ય બની રહેશે. આ મંદિરનું ઉદઘાટન ૧૪ ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને યુ.એ.ઈ ના રાજા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યહનના હસ્તે થશે. મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. આજ સુધી અનેક લોકો મંદિરના નિર્માણ વખતે મુલાકાત લીધી હતી. ત્યારે હાલમાં જ અભિનેતા સંજય દત્તે નિર્માણ પામતા મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા.
શરૂઆતથી જેમને આ મંદિર માટે અથાગ પરિશ્રમ કર્યો છે તેવા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી સાથે પૂજા વિધિ કરી મંદિર માટે ઈંટ અર્પણ કરી. આ સંજય દત્તે ઉપરાંત સમગ્ર મંદિરની ટુર કરી અને માહિતી મેળવી. સંજય દત્તે જણાવ્યું કે તેઓ ઘણા લાંબા સમયથી મંદિરની મુલાકાતે લેવા માંગતા હતા, પરંતુ કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ નથી હલતું, એટલે આજે ભગવાનની ઈચ્છા હશે એટલે મારું અહી આવવું શક્ય બન્યું છે.
મંદિર જોયા બાદ બસ એક જ શબ્દ સામે આવે છે – અદભુત, ખૂબ સુંદર. આવું મંદિર મે ક્યારેય નથી જોયું. તેઓએ જણાવ્યું કે સ્વામીશ્રીનો વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટેનો સંદેશ અહીંયા મળે છે. આટલું અદભુત મંદિર બનાવવા બદલ દત્તે કહ્યું કે તેઓ તમામ શ્રમિકો, કાર્યકરો, સ્વયંસેવકો, સંતોને વંદન કરે છે આભાર વ્યક્ત કરે છે. આ ઉપરાંત તેઓને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું ગૌરવ અનુભવે છે. તેઓએ યુએઈના રાજાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. પૂજ્ય બ્રહ્મ બિહારીદાસ સ્વામીએ તેમને હાથમાં રક્ષા દોરી પણ બાંધી આપી હતી.