Byju’s: સ્ટાર્ટઅપ કંપની Byju’sએ EDની કારણ બતાવો નોટિસ પર સ્પષ્ટતા રજૂ કરતી વખતે પોતાનું વલણ રજૂ કર્યું. અને કંપનીએ FEMA નિયમોના કોઈપણ ઉલ્લંઘનનો ઇનકાર કર્યો છે.
એડટેક સેક્ટરની સ્ટાર્ટઅપ કંપની Byju’s એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જારી કરાયેલ ફોરેન એક્સચેન્જ નિયમો (FEMA ઉલ્લંઘન)ની નોટિસને લઈને લાંબા સમયથી સમાચારમાં છે. હવે કંપનીએ આ અંગે નિવેદન આપ્યું છે કે આ મામલે સ્પષ્ટતા આપતાં Byju’sએ ED દ્વારા જારી કરાયેલી નોટિસને સ્વીકારી હતી. પરંતુ સાથે જ તેણે નોટિસ માટે ટેકનિકલ કારણોને જવાબદાર ઠેરવ્યા હતા. અને કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે Byju’sએ કોઈપણ વિદેશી વિનિમય નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી અને આ ED નોટિસ ફક્ત તકનીકી મુદ્દાઓ પર પ્રાપ્ત થઈ છે. જેમાં વાર્ષિક અહેવાલો મોડા સબમિટ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
Byju’sની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ અને તેના ફાઉન્ડર Byju’s રવિન્દ્રનને 21 નવેમ્બર, 2023ના રોજ ED તરફથી વિદેશમાં નાણાં રોકાણ કરતી વખતે FEMA નિયમોના ઉલ્લંઘનના સંબંધમાં કારણ બતાવો નોટિસ મળી હતી. અને EDએ ખુદ એક નોટિફિકેશન દ્વારા આ જાણકારી આપી હતી. ત્યારે Byju’sએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ED દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કોઈ દંડનો ઉલ્લેખ નથી. જો આ મામલે કંપની પર કોઈપણ પ્રકારનો દંડ લાદવામાં આવે તો પણ તે ખૂબ જ નજીવો એટલે કે 7500 રૂપિયા સુધીનો હોઈ શકે છે.
Byju’sએ વિદેશમાં પૈસાનું રોકાણ કરતી વખતે ફોરેન એક્સચેન્જના નિયમોનું પાલન કર્યું નથી. જેના કારણે સરકારને ટેક્સનું નુકસાન થયું છે. તે સાથે કંપનીએ વિદેશમાં નાણાંનું રોકાણ કરતી વખતે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જમા કરાવ્યા નથી. ત્યારે કંપનીએ સ્પષ્ટપણે FDI નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને આ મામલે EDએ કંપની વિરુદ્ધ રૂ. 9362.35 કરોડના કેસમાં કારણ બતાવો નોટિસ જારી કરી છે.
EDએ આ વર્ષે મે મહિનામાં Byju’sના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન EDએ કંપનીના ડિજિટલ ડેટા અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. અને EDએ માહિતી આપી હતી કે કંપનીએ વિદેશમાં મોકલેલા ફંડના દસ્તાવેજો જમા કરાવ્યા નથી. ત્યારે આ સાથે કંપની પર વિદેશી આવકની વિગતો છુપાવવાનો પણ આરોપ હતો.