મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. તમામ રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આજે મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે. ન્યૂઝ 18 અનુસાર મધ્યપ્રદેશમાં બીજેપી સરકાર પરત આવી શકે છે. આ સિવાય રાજસ્થાનમાં ભાજપને 111 સીટો પણ મળી શકે છે. એટલે કે રાજસ્થાનમાં ભાજપ આગામી સરકાર બનાવી શકે છે.
ન્યૂઝ 18ના એક્ઝિટ પોલ મુજબ ભાજપ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે. સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ 116 સીટો જીતી શકે છે. આ સિવાય કોંગ્રેસ 111 પર જીતે તેવી આશા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ 74 બેઠકો સાથે બહાર થઈ શકે છે, જ્યારે ભાજપને 111 બેઠકો સાથે બમ્પર બહુમતી મળશે. છત્તીસગઢમાં કોંગ્રેસનું પુનરાવર્તન થઈ શકે છે. અહીં ભાજપને 39 બેઠકોથી સંતોષ માનવો પડશે, જ્યારે કોંગ્રેસને 48 બેઠકો મળી શકે છે અને 3 અન્ય તેના ખાતામાં આવશે.