ભારતના પાંચ
રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાંથી ચારના પરિણામો આવી ગયા છે.જૈ પૈકી 3 રાજ્યમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. આ
પરિણામો પર વિદેશી મીડિયાએ બીજેપી ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ વખાણ
કર્યા છે. જ્યારે કેટલાકે આ પરિણામોને ભાજપ માટે 2024 માટેનો મોકળો માર્ગ ગણાવ્યો
હતો. તો કેટલાકે તેને વિપક્ષી
એકતા માટે રચાયેલા ગઠબંધન માટે મોટો ફટકો ગણાવ્યો હતો.
જાણો ચૂંટણી
પરિણામો પર વિદેશી મીડિયાએ શું લખ્યું
બીબીસીએ લખ્યું
છે કે, રાજ્યના ચૂંટણી
પરિણામોમાં મળેલી જીતે ભારતીય વડાપ્રધાન મોદીની લોકસભા ચૂંટણીમાં જીતનો રસ્તો સાફ
કરી દીધો છે. ઉત્તર અને મધ્ય ભારતના હિન્દી હાર્ટલેન્ડમાં ભાજપ લગભગ અજેય લાગે છે.
કોંગ્રેસના હાથમાંથી રાજસ્થાન ગુમાવવું ચિંતાજનક છે.
અલ જઝીરાએ લખ્યું
છે કે, ચાર રાજ્યોના ચૂંટણી
પરિણામોએ આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા મતદારોનો શું મૂડ છે તે જાણવા
મળ્યુ છે. કોંગ્રેસને માત્ર તેલંગાણાથી સંતોષ માનવો પડ્યો. તે રાજસ્થાનમાં પોતાની
સરકાર બચાવી શકી નથી. શું ભારતીય જનતા પાર્ટી નામની 28 વિપક્ષી પાર્ટીઓનું નવું
ગઠબંધન રાષ્ટ્રીય સ્તરે ભાજપને પડકાર આપવા તૈયાર છે?
નેપાળના અગ્રણી
દૈનિક અખબાર કાંતિપુરે લખ્યું, ચાર રાજ્યોના પરિણામો દર્શાવે છે કે કોંગ્રેસ
નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને અન્ય પ્રયાસોનો જાદુ હિન્દીભાષી
રાજ્યોમાં દેખાયે નહિ. ભાજપની જીત દર્શાવે છે કે પાર્ટી વધુ મજબૂત બની છે. પીએમ
મોદીની કલ્યાણકારી યોજનાઓને લોકો પસંદ કરી રહ્યા છે.
તો આ તરફ બ્લૂમબર્ગે
લખ્યું કે ભારતની સત્તાધારી પાર્ટી ત્રણ મોટા રાજ્યોમાં જીત મેળવીને લોકસભા
ચૂંટણીમાં ફરી વિપક્ષને હરાવવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મતદારો
તરફથી મળેલા સમર્થનનું આ મજબૂત પ્રદર્શન છે. કોંગ્રેસ માટે એકમાત્ર સારા સમાચાર
તેલંગાણાથી આવ્યા છે. કોંગ્રેસ માટે સૌથી મોટું આઘાતજનક પરિણામ રાજસ્થાન હતું, જ્યાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.