આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ છે અને આજે બીજા દિવસે મહુઆ મોઇત્રા પર એથિક્સ કમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.આ મુદ્દે ઘણો હોબાળો થયો હતો,પરંતુ કોઈ ચર્ચા થઈ શકી નહોતી.સેન્ટ્રલ યુનિવર્સિટી અને એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ ચોક્કસપણે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે.આજે એક તરફ સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ છે ત્યારે બીજી તરફ ‘I.N.D.I.A’ ગઠબંધન પાર્ટીના નેતાઓ કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં સવારે 10 વાગ્યે એક બેઠક કરશે.સંસદનું આ સત્ર 22મી ડિસેમ્બર સુધી ચાલશે,જેમાં 15 બેઠકોમાં લગભગ 21 બિલ રજૂ થવાના છે.ઉલ્લેખનીય છે કે 17મી લોકસભાનું આ છેલ્લું સત્ર છે.શિયાળુ સત્રના બીજા દિવસે રાજ્યસભાના સાંસદો અયોધ્યા રામી રેડ્ડી, બિરેન્દ્ર પ્રસાદ બૈશ્ય, ઘનશ્યામ તિવારી, લક્ષ્મીકાંત બાજપાઈ, સુશીલ કુમાર મોદી, આદિત્ય પ્રસાદ અને શંભુ શરણ પટેલ ઉપલા ગૃહમાં દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા શરૂ કરે તેવી અપેક્ષા છે.