રાજધાની જયપુરથી હચમચાવી દેનાર સમાચાર સામે આવ્યા છે. રાજપૂત સમાજના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી પર જયપુરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હુમલામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન સુખદેવસિંહનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ કુલ ત્રણ હુમલાખોરો સ્કૂટર પર બેસીને આવ્યા હતા.તેમણે કહ્યું હતું કે તેમને ગોગામેડીને મળવું છે. ત્યારબાદ તે રૂમમાં ગયો અને ત્યાં બેસીને લગભગ 10 મિનિટ સુધી વાત કરી હતી.જે બાદ સમય જોઇ હત્યારાઓએ ગોળી વરસાવી હતી.ગોળીબાર થયા બાદ અધ્યક્ષ ગોગામેડીના ગનમેને પણ ગોળીબાર કર્યો હતો.આ ક્રોસ ફાયરિંગમાં એક હુમલાખોરનું પણ મોત થયું છે. તેનું નામ નવીન શેખાવત સામે આવ્યુ છે.
રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી લીધી
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી રોહિત ગોદારા ગેંગે લીધી છે. આ ગેંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલી છે. રોહિત ગોદારાએ દુબઈ મુદ્દે થોડા મહિના પહેલા ગોગામેડીને ધમકી પણ આપી હતી. રોહિત ગોદારા એક કુખ્યાત ગેંગસ્ટર છે. જે હાલમાં ભારતમાંથી ફરાર છે. NIA તેની તપાસ કરી રહી છે.
તો આ તરફ હત્યાની જવાબદારી લેનાર ગોદરાએ લખ્યું છે કે, ‘બધા ભાઈઓને રામ રામ. હું, રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડી બ્રાર, અમે આજે થયેલી હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે. ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનોને સહકાર આપી રહ્યો હતો. તેમને મજબુત બનાવવા માટે કામ કરી રહ્યા હતી. જ્યાં સુધી વાત અમારા દુશ્મનોની આવે છે. તેઓએ તેમના ઘરના દરવાજે તેમની અર્થી તૈયાર રાખે.અમે તેમને ખૂબ જલ્દી મળીશું.