ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના અનેક સ્થળો પર આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે.મળતી માહિતી મુજબ અલગ-અલગ રાજ્યોમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમને 200 કરોડથી વઘુ રૂપિયાની રોકડ મળી આવી હતી.સાંસદના ઘરેથી ટેમ્પો પણ નાનો પડે એટલી ચલણી નોટો મળી આવી છે. આ કિસ્સો દેશમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
તો આ તરફ વડાપ્રધાન મોદીએ એક્સ પર કંઇક અલગ પ્રકારથી તંજ કસ્યો છે.પીએમ મોદીએ એક્સ પર પોતાની પોસ્ટમાં સ્માઈલી ઈમોજીનો ઉપયોગ કર્યો છે. અને કહ્યુ કે દેશવાસીઓ આ નોટોના ઠગલાંને જુઓ અને પછી તેમના નેતાઓની ઇમાનદારીના ભાષણોને સાંભળો…વધુમાં પીએમ મોદીએ લખ્યું કે જનતા પાસેથી જે પણ લૂંટ્યુ છે, તેની પાઇ-પાઇ પરત કરવી પડશે. આ મોદીની ગેરંટી છે.
તમને જણાવી દઈએ કે ધીરજ સાહુ દારૂનો બિઝનેસમેન છે.આવકવેરાની ટીમે સાહુ સાથે જોડાયેલા ત્રણ રાજ્યોમાં અડધો ડઝન સ્થળો પર દરોડા પાડ્યા હતા. બૌધ,બાલાંગિર, રાયગઢ અને સંબલપુર,ઝારખંડના રાંચી અને લોહરદગા અને પશ્ચિમ બંગાળના કોલકાતાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના સાંસદનો ઓડિશામાં પણ દારૂનો મોટો ધંધો છે. સાહુ પર ટેક્સ ચોરીનો આરોપ છે. બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન આવકવેરા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સાંસદના ઠેકાણાઓમાંથી એટલી રોકડ રકમ મળી આવી હતી કે તેને લઈ જવા માટે ટ્રકની મદદ લેવી પડી હતી.