દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં પોતાની હિંદુ લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને 35 ટુકડા કર્યા બાદ જંગલમાં જુદાં-જુદાં ઠેકાણે ફેંકી આવનાર મુસ્લિમ યુવક આફતાબ અમીન પૂનાવાલા હાલ જેલના સળિયા પાછળ છે. તેની સામે દિલ્હીની સાકેત કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં પોલીસે 6 હજાર કરતાં વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તેના જેલમાં બેઠો આફતાબ પાના ફેરવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આફતાબને પોતે કરેલાં કૃત્યોનો કોઇ પસ્તાવો નથી . આફતાબ એવા વહેમમાં છે કે એક દિવસ તે છૂટી જશે.
આફતાબની ધરપકડને એક કરતાં વધુ વર્ષ થઇ ગયા છે ત્યારે એક દૈનિક અખબારે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં ઘણી બાબતો વિશે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર,દિલ્હીની તિહાડ જેલમાં બંધ આફતાબ કોઇ સાથે વધુ વાત કરતો નથી અને પોતાની વિરુદ્ધ દાખલ થયેલી ચાર્જશીટ વાંચતો રહે છે. કોર્ટમાં હાજરી આપવા માટે લઇ જવામાં આવે ત્યારે તે બિસલેરી પાણી પીએ છે. કારણ કે તેને ડર છે કે કોઈ તેને ઝેર આપી દેશે.
ઉલ્લેખનીય છે કે આફતાબનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે.હાલ સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, કોર્ટના લૉકઅપ રૂમમાં તે ક્યારેય ભોજન કરતો નથી, કશું બોલતો નથી અને ફાઇલ વાંચતો રહે છે. રિપોર્ટ મુજબ આફતાબને તેની પાર્ટનરને મોતને ઘાટ ઉતારવાનો કોઇ પસ્તાવો દેખાઇ નથી રહ્યો.. હવે તે નવા કપડાં પહેરવાની પણ માંગ કરી રહ્યા છે. જો કે જેલમાં તેની માંગો પૂરી કરવામાં આવતી નથી. અને જેલ અને લૉકઅપ રૂમમાં અન્યોને જે સુવિધાઓ અપાય તે જ તેને પણ મળે છે.
આ દૈનિક સમાચાર પત્રમાં એમ પણ જણાવાયુ છે. કે ક્રુર આફતાબને તેના કરેલા પર કોઇ અફસોસ નથી. તેણે ક્યારેય એવું પણ સ્વીકારી નથી રહ્યો કે તેણે ખોટું કર્યું અને તેનો તેને પસ્તાવો છે. તેને લાગે છે કે એક દિવસ તે છૂટી જશે. તેની બોડી લેન્ગવેજ પહેલા દિવસે જેવી હતી તેવી જ આજે પણ છે. તેના હાવભાવ અને વર્તન પરથી તેને પસ્તાવો કે રંજ હોવાનું ક્યાંય લાગતું નથી.
કર્મચારીઓએ તેને પૂછ્યું કે શ્રદ્ધાની હત્યા કરવા બાબતે પુછ્યુ ત્યારે તેણે ગોળગોળ ફેરવીને જવાબ આપ્યો હતા. ક્યારેક કહ્યું કે તેનું પાડોશમાં રહેતા યુવક સાથે અફેર હતું તો ક્યારેક કહેતો કે પૈસા માટે દબાણ કરતી હતી. કાયમ અલગ-અલગ જવાબો આપતો હતો.
પોલિસ અધિકારી રામ સિંહના જણાવ્યા પ્રમાણે આફતાબ પાસેથી કબૂલાત કરાવવુ બહુ મહેનતનું કામ છે કારણકે તે જાણતો હતો કે તે કાંઈ પણ કહેશે તો પુરાવો બની જશે. તે માટે ખાસ ટ્રિક વાપરવી પડે છે. અને મારપીટ કર્યા વગર બધું બોલાવડાવવું પડે છે.વધુમાં તેમણે જણાવ્યુ કે “પૂછપરછ દરમિયાન તેણે એક વખત કહ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ પણ સાથે એમ પણ કહ્યું હતું કે હવે ભૂલ થઈ ગઈ તો શું? મરી થોડો જઈશ? તેની વાત પરથી ક્યારેય એવું લાગ્યું નહીં કે તેને કોઇ પસ્તાવો છે.”
ઉલ્લેખનીય છે આ કેસ વર્ષ 2022નો છે. શ્રદ્ધા વાલકર નામની એક હિંદુ યુવતી પરિવારની મરજીથી વિરુદ્ધ જઈને મુસ્લિમ યુવક આફતાબ પૂનાવાલા સાથે ભાગી ગઈ હતી. બંને દિલ્હી આવી ગયાં હતાં. જ્યાં મે, 2022માં કોઇ વાતે બંનેનો ઝઘડો થતાં આફતાબે તેને ગળું દબાવીને મારી નાખી હતી અને પછીથી તેની લાશના 35 ટુકડા કર્યા હતા. જે ભરવા માટે આફતાબ એક ફ્રીઝ પણ લાવ્યો હતો. પછીથી તે દરરોજ રાત્રે થોડા ટુકડા લઈને જંગલમાં ફેંકી આવતો હતો. આવું તેણે 18 દિવસ સુધી કર્યું હતું. આ સમયગાળા દરમ્યાન શ્રદ્ધાનો કોઈ સંપર્ક ન થતાં જૂન-જુલાઈમાં તેના પિતાએ તપાસ શરૂ કરી હતી. તેઓ જ્યારે દિલ્હી પહોંચ્યા તો ઘરે તાળું જોવા મળ્યું હતુ.પછીથી પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તપાસ કરતાં આખરે નવેમ્બરમાં આફતાબ પકડાયો હતો. ત્યારથી તે જેલમાં બંધ છે.