હાલ ધનકુબેર એવા કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુનો બેનામી રોકડ રકમનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.હમણાં સુધી સાહુને ત્યાંથી 300 કરોડ જેટલી રોકડ રકમ મળી આવી છે. જો કે આ આંકડો ક્યાં પહોંચશે હજુ નક્કી નથી કારણકે સતત 3 દિવસથી ચલણી નોટોની ગણતરી સતત ચાલુ છે.
ત્યારે આ સાંસદ કોણ છે અને ક્યાંથી આવે છે તેમના પરિવાર વિશે વાત કરીએ તો…..
કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુનો જન્મ 23 નવેમ્બર, 1955માં રાંચીમાં થયો હતો.તેમના પિતાનું નામ રાય સાહેબ બલદેવ સાહુ છે જે સ્વતંત્ર સેનાની છે. અને માતાનું નામ સુશીલા દેવી છે. ધીરજ સાહુના પિતા બિહારના છોટાનાગપુરમાં જન્મેલા રાય સાહેબ સાહુએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. સાહુ પરિવાર આઝાદીના સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. ધીરજ યુવાનીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. તેમની રાજકીય કારકિર્દી 1977માં શરૂ થઈ હતી. તેઓ લોહરદગા જિલ્લા યુવા કોંગ્રેસમાં જોડાયા.ધીરજ સાહુ ત્રણ ટર્મથી રાજ્યસભાના સાંસદ છે. વર્ષ 2009માં તેઓ પહેલીવાર સંસદના ઉપલા ગૃહમાં પહોંચ્યા હતા.આ પછી તેઓ ફરીથી જુલાઈ 2010માં રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા. સાહુ ત્રીજી વખત મે 2018માં ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. ધીરજ પ્રસાદ કહે છે કે તેઓ એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે.
શિક્ષણની વાત કરીએ તો ધીરજ સાહુએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેનો પરિવાર ઝારખંડના લોહરદગામાં રહે છે. જ્યારે તેમણે 2018માં રાજ્યસભા માટે નોમિનેશન ફાઈલ કર્યું ત્યારે તેમણે તેમના એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની સંપત્તિ 34.83 કરોડ રૂપિયા છે. તેણે એ પણ જણાવ્યું કે તેની સામે કોઈ કેસ નોંધાયેલો નથી. તેની પાસે ચોક્કસપણે કેટલીક શ્રેષ્ઠ કાર છે, જેમાં BMW અને ફોર્ચ્યુનરનો સમાવેશ થાય છે