દિલ્હીના બુરાડી ગ્રાઉન્ડમાં આઝાદીના અમૃત કાળમાં ABVPનું 69મું અધિવેશન સંપન્ન થયુ છે. સમાપન સમારોહમાં સમાજ માટે વિશેષ કાર્ય કરનારા ત્રણ લોકોને યશવંત રાવ કેલકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં ભારત અને વિદેશમાંથી 10 હજાર વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જેમણે તેમની કુશળતાથી ઉપસ્થિત મહેમાનોને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના સહ કાર્યવાહ મુકુંદ.સી.આર એ “વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારત અને યુવાની ભૂમિકા” વિષય ઉપર સંબોધન કર્યું હતુ.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75માં વર્ષમાં આયોજિત ચાર દિવસીય 69માં રાષ્ટ્રીય અધિવેશનના ત્રીજા દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ કાર્યવાહ મુકુંદ સી.આર.’વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારત અને યુવાનોની ભૂમિકા’ વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે જો ભારતે વૈશ્વિક પરિદ્રશ્યમાં જો ભારતે પોતાનું સ્થાન બનાવવું હોય તો યુવાનોનો અવિરત પ્રવાહ હોવો જરૂરી છે, અમે હમણાં સુધી જેટલા પણ કાર્ય કર્યા છે. તેના કરતા હજુ વધુ પ્રયત્નો કરવાની જરૂરી છે.
વધુમાં મુકુંદ સી.આરએ જણાવ્યુ કે યુવાનો શું વિચારે છે તેના પર દેશનું ભવિષ્ય નિર્ભર છે.યુવાનોનું સશક્ત થવું ખૂબ જ જરૂરી છે.યુવાનોમાં મૂલ્યોનો વિકાસ અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રસ્થાપિત થાય તે દિશામાં યુવાનોએ વિચારવું જોઇએ. ભારતમાં જે રીતે ડિજિટલાઈઝેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. તે બીજે ક્યાંય જોવા મળતો નથી. ભારતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા રોકાણ વધ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અધિવેશનમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વિદ્યાર્થી કાર્યકરોએ તેમના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય સંમેલનમાં તેઓએ ભારતની એકતા અને ભારતીય ઇતિહાસની નવી ઝલક જોવા મળી છે. જે ભારતના સ્વર્ણિમ વારસાની ઝલક રજૂ કરે છે. આ સાથે જ રાષ્ટ્રીય અધિવેશનના મુખ્ય આકર્ષણ રહેલી પ્રદર્શનીને પણ વિદ્યાર્થી સંગઠન દ્રારા બિરદાવવામાં આવી હતી.