ભારતીય મૂળના રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી છે. હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભારતીય મૂળના રિપબ્લિકન યુએસ પ્રમુખપદના ઉમેદવાર વિવેક રામાસ્વામી અને પ્રચાર કાર્યક્રમમાં હાજર લોકોને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જેના પગલે સોમવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
અમેરિકાના કાયદા વિભાગના જણાવ્યા અનુસાર , ન્યૂ હેમ્પશાયરના ડોવરના ટાયલર એન્ડરસને ચૂંટણી પ્રચાર દરમિયાન રામાસ્વામીને બે ધમકીભર્યા ઇ મેઇલ મોકલ્યા હતા. પ્રથમ સંદેશમાં એન્ડરસને વિવેક રામાસ્વામીને માથામાં ગોળી મારી દેવાની ધમકી આપી હતી, જ્યારે બીજા સંદેશમાં, તેણે પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેનારાઓને પણ મારી નાખવાની ધમકી આપતો મેઇલ કર્યો હતો.જે બાદ આરોપી એન્ડરસનની ધરપકડ કરવામાં આવી હતી.
વિવેક રામાસ્વામીએ એન્ડરસનની ધરપકડ કરીને તાત્કાલિક પગલાં લેવા બદલ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, “હું અમારી આસપાસની ટીમનો આભારી છું અને તેઓ મને સુરક્ષિત રાખવા માટે ઉત્તમ કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે એન્ડરસન કે જેણે મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેને પાંચ વર્ષ સુધીની જેલ,ત્રણ વર્ષ સુધીની દેખરેખ હેઠળ રખાશે અને 250,000 ડોલર સુધીના દંડનો સામનો કરવો પડશે.