જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં દેશ વિરોધી નારા માટે પંકાયેલા છે. અહિના કેટલાય વિદ્યાર્થીઓએ દેશ વિરોધી નારા કરી ચુક્યા છે. ત્યારે જેએનયુમાં દેશ વિરોધી નારાબદલ દંડ ફટકારાશે જો કે આ નિયમ બાદ અહીંના વિદ્યાર્થીઓમાં નારાજગી દેખાઈ રહી છે. નવા નિયમો અનુસાર, યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરવા બદલ વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય જો કોઈ દેશવિરોધી નારેબાજી કરશે તો તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થીઓ પોતાના હિત માટે યુનિવર્સિટીમાં આંદોલન કરીને સમયાંતરે પોતાની માંગણીઓ ઉઠાવતા હતા તેઓ હવે માંગણીઓ કરી શકશે નહી. તેના માટે 20,000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીની અંદર દેશવિરોધી નારા લગાવશે તો તેને દંડ ભરવો પડશે.
આ નિયમ આવ્યા બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. એબીવીપીના સભ્ય અને મીડિયા ઈન્ચાર્જ અંબુજ તિવારીએ કહ્યું કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો આ નવો તુઘલકી ફરમાન પહેલા પણ આવી ચૂક્યો છે. જેની સામે અમે ઘણો વિરોધ કર્યો હતો. અને પછીથી તેને જેએનયુને પાછો ખેંચવાની ફરજ પડી હતી. પરંતુ આજે ફરી એક આદેશ આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવાનું કહેવાય છે. આ બિલકુલ ખોટું છે કારણ કે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે.