પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી 20 ડિસેમ્બરે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને રાજ્યના બાકી લેણાં મુક્ત કરવાની માંગ પર ચર્ચા કરશે. એક ટોચના અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન કાર્યાલય (PMO)એ બેનર્જીની મોદીને મળવાની વિનંતી સ્વીકારી લીધી છે. અધિકારીએ કહ્યું, ‘આ મીટિંગ 20 ડિસેમ્બરે સવારે 11 વાગે યોજાશે.