ભારત ….વિવિધ ભાષા, પરિવેશ, ધર્મ અને સંસ્કૃતિને જોડતો દેશ છે. ભારતના તહેવારો, રીતિરિવાજો અને ભારતની પરંપરા સર્વ શ્રેષ્ઠ છે. ભારતના તમામ તહેવારોમાં પુજા પાઠ, દાન પૂણ્ય થતા હોય છે અને આ જ છે ભારતની સંસ્કૃતિ….પરંતુ કેટલાય દાયકાઓથી પશ્ચિમી દેશની પરંપરા અને બદીઓ ભારતમાં પ્રવર્તિ છે. વાત કરીએ ક્રિસમસની જેમાં પ્રદુષણ પણ છે અને શરાબ શબાબ કબાબનું દુષણ પણ છે. ત્યારે ભારતીય કેમ નાતાલના ઉજવણી તરફ વળ્યા છે.ભારતની સંસ્કૃતિ દાન પૂણ્યની અને પરસ્પર લાગણીની છે.
તહેવારોની ઉજવણીનો હેતુ આનંદ, ઉલ્લાસ અને સુખાકારીનો હોય છે. પરંતુ કમનસીબે ક્રિસમસની ઉજવણી એટલા મોટાપાયે થાય છે કે તેના દુષ્પરિણામોને આપણે અવગણી રહ્યા છે. વિશ્વમાં ક્રિસ્મસની ઉજવણીના સમયે વાયુ પ્રદુષણ ખુબ જ વધુ નોંધાય છે. દર વર્ષે ક્રિસમસ બાદ વાયુ પ્રદુષણનું સ્તર જોખમી રીતે વધ્યુ હોય છે. ક્રિસમસ અને નવ વર્ષની ઉજવણી વખતે આખા વર્ષ દરમ્યાનનું સૌથી વધુ પ્રદુષણ ત્યારે ફેલાઇ છે. ક્રિસમસના દુષણોની વાત કરીએ તો ફટાકડાથી વાયુ પ્રદુષણ, ખાદ્ય પદાર્થોનો બગાડ, આગની ઘટનાઓ, નશામાં ડ્રાઇવિંગને કારણે થતા અકસ્માતો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમ્યાન થાય છે. કહેવાય છે કે વિશ્વભરમાં ઉજવાતા અન્ય તહેવારો કરતા ક્રિસમસ વધુ જોખમ ઉભું કરે છે. ત્યારે કેમ બની બેઠેલા પર્યાવરણ પ્રેમીઓ આ વખતે કંઇ બોલતા નથી ? કેમ આ બની બેઠેલા પર્યાવરણ પ્રેમીઓ પોતાના જ દેશની પરંપરા અને સંસ્કૃતિના મુળમાં રહેલા હિંદુ ધર્મના તહેવાર વખતે હોબાળો મચાવે છે ?
ક્રિસમસ દરમ્યાન પર્યાવરણને કેટલુ નુકસાન ? જાણો
ક્રિસમસના કાર્ડ તૈયાર કરવામાં 33 મિલિયન વૃક્ષોનું થાય છે નિકંદન
ક્રિસમસની ઉજવણી માટે કુલ 120 મિલિયન વૃક્ષો કપાઇ છે
ક્રિસમસ બાદ દર વર્ષે 228,00 માઇલ ગિફ્ટ પેપર ફેંકવામાં આવે છે
ક્રિસમસની ઉજવણી બાદ 26 મિલિયન ડોલરનો પ્લાસ્ટિક વેસ્ટ નિકળે છે
આખા વર્ષમાં જે કચરો નીકળે છે તે પૈકી 30 ટકા ક્રિસમસમાં નીકળે છે
100 મિલિયન કચરાની બેગ ક્રિસમસ દરમ્યાન ઠલવાઇ છે
આ સમયે જ્યારે વિશ્વ વાયુ પરિવર્તન અને ખાદ્ય સંકટના મુદ્દે ચર્ચા કરી રહ્યુ છે. ત્યારે મોટાભાગના લોકોએ હકિકતથી અજાણ છે કે 24 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધીના ફક્ત 10થી 12 જ દિવસમાં નાતાલ અને નવુ વર્ષ ઉજવવામાં આવે છે. જે પર્યાવરણમાં હાઇએસ્ટ નુકસાન પહોંચાડી રહ્યુ છે. ક્રિસમસની ઉજવણીમાં અબજો ડોલરના ફટાકડા ફોડી ધુમાડો કરી દેવાઇ છે. વાત કરીએ યુકે, યુએસ, ઇટાલી, ફ્રાન્સ અને અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી દરમ્યાન લાખો ટન ખોરાકનો બગાડ થાય છે. આ તરફ વિશ્વ પુર જેવી પરિસ્થિતીને ખાળવા વનીકરણની હિમાયત કરી રહ્યુ છે. ત્યારે ક્રિસમસ પર લાખો વૃક્ષોનું નિકંદન થાય છે.
તો આ તરફ નાતાલની ઉજવણી દરમ્યાન કાર્ડસ, ગિફ્ટ રેપિંગ્સ, ઇલેક્ટ્રિક વસ્તુઓ, અને પ્લાસ્ટિકનો વપરાશ થાય છે. ઉજવણી બાદ લાખો ટન કચરો ઠલવાઇ છે.જેનાથી પર્યાવરણ પ્રદુષિત થાય છે. સાથે જ જે નાતલ વૃક્ષ એટલે કે ક્રિસમસ ટ્રી પ્લાસ્ટિક માંથી બનાવાય છે. તેને પણ ઉજવણી બાદ ફેકી દેવાઇ છે. જે પર્યાવરણ પ્રદુષિત કરે છે. જે ક્રિસમસને પર્યાવરણનો સૌથી વધુ નુકસાનકારક તહેવારમાંનો એક બનાવે છે.
મતલબનો વાતનો સાર એટલો જ છે કે તહેવારોની ઉજવણી પ્રમે, લાગણી અને પરસ્પરના હિત માટે હોય છે પરંતુ તે જ તહેવાર કોઇકની ઉજવણી તો અન્ય માટે પજવણી બનતુ હોય તો એનાથી દુખની મોટી વાત કોઇ નથી. આવો ફરી એકવાર આપણી પરંપરા ઉજવીએ પર્યાવરણનો બચાવ કરીએ અને સાત્વિક બનીએ…..