સબરીમાલા મંદિરમાં કથિત અવ્યવસ્થાને લઈને કેરળમાં વિરોધ ફાટી નીકળ્યો છે.ત્યારે તાજેતરમાં જ તીર્થયાત્રા દરમિયાન તાજેતરમાં 11 વર્ષની બાળકીના મૃત્યુ બાદ વધુ તીવ્ર બન્યો છે.શબરીમાલા મંદિરમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાને કારણે લાંબી કતારો લાગી હતી.જ્યાં યાત્રાળુઓએ બેરિકેડ તોડી મંદિરમાં જવા પડાપડી કરી હતી.તો આ તરફ ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ લાંબી કતારો અને પ્રાથમિક સુવિધાઓના અભાવને ટાંકીને રાજ્ય સરકાર પર ગેરવહીવટનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સબરીમાલામાં મંડલમ-મકરવિલક્કુ સીઝન ચાલી રહી છે. જેને લઇને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માત્ર કેરળથી જ નહીં પરંતુ નજીકના રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે. 17 નવેમ્બરથી શરૂ થયેલી આ સિઝનમાં સબરીમાલા મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. દરરોજ આશરે 1.20 લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મંદિરમાં લાંબી લાઈનો લાગે છે. ભક્તોએ દર્શન માટે 18-18 કલાક રાહ જોવી પડે છે.
જો કે મંદિરમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર ઉણું ઉતર્યુ છે. મંદિરમાં કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અપૂરતી સાબિત થઈ રહી છે. લોકોની ભીડ દર્શન કરવા બેકાબુ બની રહી છે અને બેરિકેટ્સ તોડી પડાપડી કરતા પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાય છે. બીજી તરફ, સીએમ પિનરાઈ વિજયને અધિકારીઓને પરિસ્થિતિનો સામનો કરવા માટે વિવિધ પગલાં લેવાનો આદેશ આપ્યો છે. જેમાં ઓનલાઈન બુકિંગ ઘટાડવા અને દર્શનનો સમય 1 કલાક વધારવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.