અમદાવાદ શહેરમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્રને લઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો,અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સરકારી કામકાજ માટે નહીં ખાવા પડે ધક્કા,અમદાવાદ શહેરમાં તમામ નાગરિક સુવિધા કેન્દ્ર સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે,અમદાવાદ કોર્પોરેશનની 7 ઝોનલ ઓફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 સિવિક સેન્ટરો આવેલા છે,અમદાવાદ શહેરના નાગરિકોને પ્રોપટી ટેક્સ ભરવા,જન્મમરણના સર્ટિફિકેટ સહિતના મેળવવા માટે મુશ્કેલી ન સર્જાય તે માટે નાગરિક સુવિધા કેન્દ્ર દ્વારા કેન્દ્રનો સમય વધારવામાં આવ્યો,શહેરમાં 58 સિવિક સેન્ટરો સાંજે 4:30 વાગ્યા પછી બંધ થઈ,નાગરિકો હેરાન પરેશાન થતાં ફરિયાદો અમદાવાદ મહાનગરપાલિકા સુધી ન પહોંચતી,જે બાદમાં હવે જનસુખાકારી માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો,નાગરિક સુવિધા કેન્દ્ર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.