રાજસ્થાનને ભજનલાલ શર્માના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભજનલાલ શર્માએ 15 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી પદ પદ માટે શપથ લીધા હતા. આ સમારોહમાં પીએમ મોદી સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી.
રાજસ્થાનને ભજનલાલ શર્માના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભજન લાલ શર્માએ શુક્રવારે 15 ડિસેમ્બરે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્મા, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા. રાજધાની જયપુરમાં આલ્બર્ટ હોલની સામે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. શપથ લેતા પહેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જયપુરના ગોવિંદદેવજી મંદિર પહોંચ્યા હતા. શપથ લેતા પહેલા ગોવિંદદેવજીના દર્શન કર્યા હતા. તેમની પત્ની ગીતા દેવી સાથે આરાધ્ય ગોવિંદદેવજીની પૂજા કરી. આજે મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો 56મો જન્મદિવસ પણ છે. ભજનલાલ શર્મા રાજ્યના 14માં મુખ્યમંત્રી બન્યા છે.
દિયા કુમારીએ શપથ લીધા
દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ લેવડાવ્યા હતા. ભજનલાલ શર્માના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. રાજધાની જયપુરમાં આલ્બર્ટ હોલની બહાર સવારે 11.15 કલાકે શપથ ગ્રહણ સમારોહ શરૂ થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નવા સીએમના શપથ ગ્રહણ સમારોહ માટે જયપુરના મુખ્ય માર્ગો પર ખાસ સજાવટ કરવામાં આવી હતી. આજે આલ્બર્ટ હોલમાં પ્રવાસીઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે બંધ રહ્યો હતો.
ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા, હરિયાણાના સીએમ મનોહર લાલ, એમપી સીએમ ડો. મોહન યાદવ, છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાઈએ હાજરી આપી હતી. શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. 199 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 69 બેઠકો મળી છે.