બેગ્લોરમાં ખ્રિસ્તી ધર્મના એક વિદેશી પાદરી દ્વારા 16 અને 17 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યાથી લઇ રાત્રીના 9 વાગ્યા સુધી પ્રેયર ફોર ઇન્ડિયા-કોન્ફરન્સ 2023ના થીમ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાના જોહનીશ બર્ગન લેખક અને લોકપ્રિય ટેલીવેન્જેલિસ્ટ અને પાદરી એવા એલ્ફ લુકાઉ તેમા ઉપસ્થિત રહેવાના હતા. આ કાર્યક્રમ રદ્દ થયો છે કારણકે ભારતીય વિઝા નિયમ મુજબ કોઇ પણ પ્રકારના વિઝા ધરાવનાર વિદેશી નાગરિકોને ભારતમાં તેમના ધર્મનો પ્રચાર કે પ્રચાર કરવાની પરવાનગી નથી.
જો કે આયોજક ભારતીય નિયમોની અવહેલના કરી કાર્યક્રમ આયોજિત કરવા અને વિદેશી પાદરીને ઉપદેશ આપવા મંજુરી આપવા માટે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે. તો આ તરફ હિંદુ કાર્યકર્તા ગીરીશ ભારદ્વાજે પણ ભારતીય કાયદો લાગુ કરવા માટે એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં ગીરીશ ભારદ્વાજે 10 ડિસેમ્બરે બેંગ્લોરના કમિશ્નર બ્યુરો ઓફ ઇમિગ્રેશન અને એફઆરઆરઓને પત્ર લખીને વિદેશી પ્રચારક દ્વારા ભારતીય વિઝા માનદંડોના સંભવિત ઉલ્લંધન પર પ્રકાશ પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં અંતિમ સંસ્કાર કરવાનાર એક જૂથે પાદરી આલ્ફ લુકાઉ સામે કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. કારણકે પાદરી આલ્ફ લુકાઉએ આંતરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચવા માટે 2019માં એક મૃત વ્યક્તિને જીવિત કરવાનો દાવો કર્યો હતો. એક વાયરલ વીડિયોમાં, પાદરી આલ્ફ લુકાઉ શબપેટીમાં પડેલા એક માણસને જીવત કરવાના ઢોંગ કર્યા હતા. જેણે દક્ષિણ આફ્રિકામાં ત્રણ ફ્યુનરલ હોમ્સની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યુ હતુ.