દિલ્હીમાં એલજી તથા કેન્દ્ર સરકારના ખોફ અને શરાબકાંડની કાનુની કાર્યવાહીનો સામનો કરી રહેલા પાટનગરના શાસક આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પણ એક બાદ એક આંચકા લાગી રહ્યા છે અને પહેલા વિસાવદરના ધારાસભ્યએ પક્ષને ધારાસભામાંથી રાજીનામુ આપીને ભાજપ સાથે જોડાવાની જાહેરાત કર્યા બાદ ડેડીયાપાડાના પક્ષના ધારાસભ્ય ચૈતર વસાવાને એક માસ સુધી પોલીસથી બચવા ભાગદોડ કર્યા બાદ હવે શરણે જવું પડયું છે અને હાલ રીમાન્ડ પર છે
તે સમયે ‘આપ’ની લઘુમતી વિંગના અધ્યક્ષ અમજદખાન પઠાણ અને તેના 10 પદાધિકારીઓ સહિત 33 અગ્રણીઓએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધા છે અને હજુ વધુ ભંગાણ વચ્ચે આમ આદમી પાર્ટી આદિવાસી ક્ષેત્રમાં તેના વર્ચસ્વને મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે અને ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે તેવી પણ જાહેરાત કરી છે તે સમયે જ આ પ્રકારે લઘુમતી સમુદાયમાંથી સામુહિક રાજીનામા એ પક્ષને મોટો આંચકો છે.
હજુ એક વર્ષ પુર્વે જ પ્રથમ વખત જ વિધાનસભા ચુંટણી લડીને પાંચ બેઠકો કબ્જે કરનાર ‘આપ’માં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ હવે ‘જુદા’ માર્ગે હોવાના સંકેત છે અને ચુંટણી બાદ સાઈડલાઈન થયેલા ગોપાલ ઈટાલીયા ફરી સક્રીય થયા છે તથા દિલ્હી-પંજાબ બાદ સૌથી વધુ વોટ શેર મેળવનાર આ પક્ષના વધુ ધારાસભ્ય પણ ખડી શકે છે. તેના સુરતના કોર્પોરેટર પણ ભાજપ સાથે જોડાયા હતા.