લોકસભામાં થયેલી ઘુસણખોરી બાદ સુરક્ષામાં ચૂકનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે.લોકસભામાં ઘૂસણખોરી કેસમાં છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે હજુ તેનું નામ જાહેર કર્યું નથી. 13 ડિસેમ્બરે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. લલિત ઝાએ 14 ડિસેમ્બરની રાત્રે આત્મસમર્પણ કર્યું હતું.
તો આ તરફ લોકસભામાં સુરક્ષા ચૂકના મામલે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના બેરોજગારી અને મોંઘવારીના કારણે બની છે. વધુમાં રાહુલે સંસદની સુરક્ષામાં થયેલા ચૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે બેરોજગારીને જવાબદાર ગણાવી હતી.બેરોજગારીના કારણે જ સુરક્ષા ચૂક થઇ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ એ રીતે પણ સર્ચ કર્યું હતું, જેમાં તેઓ એકબીજા સાથે કઈ રીતે ચેટ કરી શકે, જેથી પોલીસ પણ તેમને પકડી ન શકે. તમામ આરોપીઓ એકબીજા સાથે વાત કરવા માટે સિગ્નલ એપનો ઉપયોગ કરતા હતા, જેથી તેઓ કોઈના હાથે પકડાઈ ન જાય.