નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીમાં રવિવારે બ્લાસ્ટ થયો જેમાં 9 લોકોના મોત થયા છે અને અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.પોલીસનું કહેવું છે કે વિસ્ફોટક કંપનીમાં થયેલા વિસ્ફોટને કારણે 9 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે,જેમને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તો મૃત્યુઆંક હજુ વધી શકે છે.
કોલ બ્લાસ્ટિંગ માટે ગનપાઉડર પેક કરતી વખતે આ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે સોલાર ઇન્ડસ્ટ્રીઝ કંપની લિમિટેડ, આ કંપની દેશના સંરક્ષણ વિભાગ માટે વિસ્ફોટક અને અન્ય સંરક્ષણ ઉપકરણોની સપ્લાય કરે છે.
ઘટનાને પગલે મોટો ધડાકો થયો હતો તેને પગલે આસ પાસના લોકો દોડી આવ્યા હતા અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.