ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શરિયા કાયદો અને ઇસ્લામને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. મેલોનીએ કહ્યું કે ઇસ્લામિક સંસ્કૃતિ અને યુરોપિયન સંસ્કૃતિ ક્યાંય મેળ નથી ખાતી. આવી સ્થિતિમાં ઈસ્લામને યુરોપમાં કોઈ સ્થાન નથી. મેલોનીએ કહ્યું કે ઇટાલીમાં ઇસ્લામના સાંસ્કૃતિક કેન્દ્રોને સાઉદી અરેબિયા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યુ છે. જ્યાં શરિયા કાયદો અમલમાં છે. યુરોપમાં ઇસ્લામીકરણની જે પ્રક્રિયા અજમાવવામાં આવી રહી છે તે આપણી સભ્યતાના મૂલ્યોથી ઘણી દૂર છે. આવી સ્થિતિમાં મુસ્લિમોએ યુરોપથી દૂર રહેવું જોઈએ. વધુમાં ઈટાલીના પીએમએ કહ્યું કે ઈસ્લામિક સભ્યતા માટે યુરોપથી દૂર રહેવું વધુ સારું છે અને કહ્યું કે આપણી સભ્યતાના મૂલ્યો અને ઈસ્લામિક મૂલ્યો વચ્ચે કોઈ સરખામણી નથી. આ બંને વિરોધાભાસી છે.
મેલોનીએ વધુમાં કહ્યું કે, સાઉદી અરેબિયામાં શરિયા લાગુ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત વ્યભિચાર માટે મારપીટ, ધર્મ છોડવા માટે મૃત્યુદંડ, સમલૈંગિકતા માટે મૃત્યુ દંડ પણ લાગુ છે, જે અહીં કામ નહીં કરે.
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએસરની પણ આલોચના કરી છે. કે જેઓ ભ્રામક પ્રચાર ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ પ્રચાર કરીને પૈસા કમાય છે. મેલોનીએ ઇટાલીની ટોપ ઇન્ફ્લુએંસર ચિઆરા ફેરાગ્ની પર પણ નિશાન ટાક્યુ હતુ. જેમણે તાજેતરના અવિશ્વાસના કેસમાં તેની ટીકા કરી હતી. ઇટાલીની એન્ટિટ્રસ્ટ ઓથોરિટીએ ગયા વર્ષે ક્રિસમસ કેક પર ગેરમાર્ગે દોરતી જાહેરાતોની તપાસને પગલે ચિઆરા ફેરાગ્ની દ્વારા સંચાલિત અને નિયંત્રિત કંપનીઓને 1.075 મિલિયન યુરોનો દંડ ફટકાર્યો હતો.