અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઇને ભારત ભારમાં અનોખો ઉત્સાહ છવાયો છે. રામમંદિરને જોડાયેલા વિવિધ કાર્ય દેશભરમાં થઇ રહ્યા છે. ત્યારે સુરતના જ્વેલર્સ વેપારીએ અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કર્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો હુબહુ રામ દરબાર તૈયાર થયો છે. એટલુ જ નહિ આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. જેને સોના, ચાંદી અને 5,000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામમંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે.
આગામી દિવસોમાં અયોધ્યા રામ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે દેશભરમાં અયોધ્યા રામ મંદિરને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સુરતમાં ચાંદીનું રામ મંદિર હોય કે રામ મંદિરની વિશાળ રંગોળી હોય લોકો અલગ અલગ રીતે પોતાની ભક્તિ દર્શાવી રહ્યા છે. ત્યારે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા રામ મંદિરની થીમ પર અંદાજિત 50 લાખની કિંમતનો આબેહુબ હાર તૈયાર કર્યો છે.
હાલમાં સુરતમાં ત્રણ દિવસીય જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ પ્રકારના આકર્ષણ જોવા મળ્યા હતા. આ વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા રામ મંદિર ની થીમ પર બનાવવામાં આવેલ હાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પહેલી નજરે જોતા જ મન મોહી લે તેવા આબેહૂબ રામ મંદિરની પ્રતિકૃતિ પર તૈયાર થયેલ આહારમા 50000 થી વધુ ડાયમંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેમાં બે કિલો ચાંદી સાથે સોનાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂબ રામમંદિર, રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેનાં ચિત્ર બનાવી પ્રદર્શનના મુકાયાં છે. જે હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ત્યારે નવા નિર્મિત ઐતિહાસિક રામમંદિર માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કાંઈકને કાંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે. ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામમંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામમંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે.જે ભેટ આપવા ઇચ્છી રહ્યા છે.