ગુજરાતમાં ધારાસભ્યના રાજીનામા પડતા જ તોડ- જોડની રાજનીતિની શરૂઆત થઇ છે. ત્યારે ફરી આજે એક વાર કોંગ્રેસના ધારાસભ્ય ચીરાગ પટેલે રાજીનામુ આપતા અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ચારે તરફથી ભાજપ પર માંછલા ધોવાઇ રહ્યા છે. કે ભાજપે ધારાસભ્ય તોડવાની શરૂઆત કરી છે. ત્યારે આ વચ્ચે ભાજપના નેતા ઋષિકેશ પટેલ આકરા પાણીએ થયા છે. અને
ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ઋષિકેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકારા પ્રહાર કર્યા છે.ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કઈ બાકી રહ્યું જ નથી તેમજ ખરાબ નેતૃત્વના કારણે કોંગ્રેસ બેકફુટ પર જઇ રહી છે.
વધુમાં ઋષિકેશ પટેલે કહ્યુ કે કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજકારણ નહી પરંતુ રાજનીતિ ચાલે છે. તેમણે કહ્યું કે, અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી. કોંગ્રેસના નેતાઓ તેમની મરજીથી ભાજપમાં આવે છે.લોકસભાની ચૂંટણીને લઈ ઋષિકેશ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 26 માંથી 26 બેઠક ભાજપ જીતશે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો શરૂ થઈ ગયો છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે. આમ આદમીના પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામુ આપતા અનેક વાતો વહેતી થઇ છે.