નાસાએ આજે (19 ડિસેમ્બર) ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને એક મોટી ઉપલબ્ધિ જાહેર કરી છે. સ્પેસ એજન્સીએ પૃથ્વીથી લગભગ 31 મિલિયન કિલોમીટરના અંતરે સ્થિત અવકાશયાનમાંથી એક બિલાડીનો હાઈ-ડેફિનેશન (HD) વીડિયો પૃથ્વી પર મોકલ્યો છે. આ વિડિયો સાઈકી સ્પેસક્રાફ્ટ પર લેસર ટ્રાન્સસીવરનો ઉપયોગ કરીને પૃથ્વી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ 15-સેકન્ડની ક્લિપ ઉચ્ચ ડેટા-રેટ સંચાર કરવાની ક્ષમતા દર્શાવે છે.
મંગળ મિશનમાં મદદ કરશે
ઉચ્ચ ડેટા-રેટ સંચાર કરવાની ક્ષમતા નાસાને મંગળ પર સંભવિત જટિલ મિશન પૂર્ણ કરવામાં ઘણી મદદ કરશે. જણાવી દઈએ કે, રેડિયો વેબની જગ્યાએ લેસર દ્વારા ડેટા મોકલવાથી ડેટા રેટ 10 થી 100 ગણો વધી શકે છે. જ્યારે અવકાશયાન પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં લગભગ 80 ગણા અંતરે હતું ત્યારે એસ્ટરોઇડ પટ્ટામાં હાજર સાયક પર સ્થાપિત લેસર ટ્રાન્સસીવરથી આ વિડિયો પૃથ્વી પર મોકલવામાં આવ્યો હતો.