Appleએ થોડા મહિના પહેલા જ iPhone 15 સિરીઝ લૉન્ચ કરી હતી અને હવે આગામી iPhone સિરિઝને લઈને લીક્સ બહાર આવવા લાગ્યા છે. હાલમાં જ એક ટિપસ્ટરે X પર iPhone 16 Pro સિરીઝના કેમેરા વિશે માહિતી આપી છે. રિવેગનસ નામના ટિપસ્ટરનો દાવો છે કે iPhone 16 Pro લાઇનઅપને 1.22um સ્ટેક્ડ ડિઝાઇન સાથે 48MP અલ્ટ્રાવાઇડ કેમેરા મળશે. આ iPhone 15 Pro કરતાં વધુ સારા ફોટા કેપ્ચર કરી કરશે.
વિઝન પ્રો માટે વિડિયો રેકોર્ડિંગ iPhone 17માં ઉપલબ્ધ હશે
એનાલિસ્ટ જેફ પૂએ iPhone 17 Pro Maxને લઈને મોટી માહિતી આપી છે. તેમના અનુસાર, 2025માં લોન્ચ થનારા iPhone 17 Pro Maxમાં 48MPનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા હશે. તે ખાસ કરીને એપલ વિઝન પ્રો માટે વીડિયો રેકોર્ડિંગ માટે તૈયાર કરવામાં આવશે. જો કે, આ ફોનના લોન્ચમાં હજુ લગભગ 2 વર્ષ બાકી છે, તેથી વર્તમાન પ્લાનમાં ઘણા ફેરફારો કરવામાં આવી શકે છે.
આવતા વર્ષે એપલનો ભાર વેરેબલ પર રહેશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Apple આગામી વર્ષે કોઈપણ મોટા ફેરફાર વિના iPhone સીરિઝ રજૂ કરી શકે છે. તેનું કારણ એ છે કે કંપની વેરેબલ પર વધુ ભાર મૂકશે અને ગ્રાહકોને વિઝન પ્રો, એરપોડ્સ અને એપલ વોચમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Apple આવતા વર્ષે Apple Watchનું મોંઘું મોડલ લૉન્ચ કરશે અને તેમાં અનેક હેલ્થ ફીચર્સ ઉમેરશે. એ જ રીતે એરપોડ્સનું નવું મોડલ પણ લોન્ચ થઈ શકે છે.