અયોધ્યામાં બની રહેલાં ભવ્ય રામ મંદિરમાં આગામી 22મી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા થશે. આ ન ભૂતો ન ભવિષ્યતિ ક્ષણની સમગ્ર દેશ અને દુનિયામાં વસતા તમામ રામ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપમાં રામ ચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કર્યું છે. જે આગામી 8 જાન્યુઆરીથી શરૂ થશે અને 1200 કિલોમીટરની આ શ્રીરામ ચરિત્ર માનસ યાત્રા 14 શહેરમાંથી પસાર થઈ 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. આ પછી અયોધ્યામાં રામલલ્લાને 51 લાખનો રથ અર્પણ કરશે. મહત્ત્વનું છે કે, શ્રીરામ ચરિત્ર માનસ યાત્રા પાછળ 51 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પહેલાં ગુજરાતમાંથી એલ. કે. અડવાણીએ અયોધ્યા સુધીની યાત્રાનું આયોજન કર્યું હતું.
શ્રીરામ ચરિત્ર માનસ યાત્રા વિશે રામચરણ મિશ્રાના જણાવ્યા મુજબ, ” 33 વર્ષ બાદ અયોધ્યા સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રાજ્યના કુલ 1,008 લોકો જોડાશે. આ યાત્રા માટે અંદાજે 50 કરોડનું દાન એકત્રિત કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન રથમાં 15 બ્રાહ્મણ દ્વારા 24 કલાક સુધી અખંડ રામ ધૂન ગાવામાં આવશે. એક રથમાં 15 લોકો બેસી શકશે. આ યાત્રા દરમિયાન ભગવાન શ્રીરામના જીવનની મુખ્ય ઘટનાઓની ઝાંખી દર્શાવાશે.”
અમદાવાદના ન્યૂ રાણીપમાં રામ ચરિત્ર માનસ ટ્રસ્ટ દ્વારા 20 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો રથ તૈયાર કરાશે. આ રથની આગળ 6 ફૂટની હનુમાનજીની મૂર્તિ લગાવવામાં આવશે. તો રથમાં 500 ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા પણ મૂકવામાં આવશે. આ રથને 10થી વધુ કારીગરો તૈયાર કરી રહ્યા છે. જેનો અંદાજિત ખર્ચ 51 લાખ રૂપિયા થશે.
આ રથ તૈયાર થયા બાદ 5 જાન્યુઆરીએ ન્યૂ રાણીપ ખાતે લાવીને તેની પૂજા કરાશે. આ સાથે બીજા ચાર રથ પણ તૈયાર કરાશે. જે રાજ્યમાં વિવિધ જગ્યાએ જઈ રામ મહોત્સવ માટે આમંત્રણ આપશે. આ પછી મુખ્ય રથ અયોધ્યા પહોંચ્યા બાદ રામ મંદિરે રામ ચરિત્ર ટ્રસ્ટ દ્વારા આયોધ્યાના રામ મંદિરને રથ અર્પણ કરાશે.
યાત્રાનો રૂટ આ પ્રમાણે છે:
8 જાન્યુઆરી: અમદાવાદથી પ્રારંભ
9 જાન્યુઆરી: ગોધરા
10 જાન્યુઆરી: દાહોદ
11 જાન્યુઆરી: બંદાવર
12 જાન્યુઆરી: ઉજ્જૈન
13 જાન્યુઆરી: પચોર
14 જાન્યુઆરી: ગુના
15 જાન્યુઆરી: શિવપુરી
16 જાન્યુઆરી: ઝાંસી
17 જાન્યુઆરી: ઉરઈ
18 જાન્યુઆરી: કાનપુર
19 જાન્યુઆરી: લખનઉ
20 જાન્યુઆરી: અયોધ્યા
22 જાન્યુઆરી: શ્રીરામ મંદિર, અયોધ્યા
યાત્રાના અંતે, અયોધ્યામાં રામ મંદિરને રથ અર્પણ કરવામાં આવશે. આ યાત્રા દ્વારા ભગવાન શ્રીરામના જીવન અને તેમના સંદેશને પ્રસારિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ યાત્રા ગુજરાત અને ઉત્તર પ્રદેશના 14 શહેરોમાંથી પસાર થશે. આ યાત્રા દરમિયાન રથમાં 15 બ્રાહ્મણ દ્વારા 24 કલાક સુધી અખંડ રામ ધૂન ગાવામાં આવશે. આ યાત્રા દરમિયાન ભગવાન શ્રીરામના જીવનની મુખ્ય ઘટનાઓની ઝાંખી દર્શાવાશે. આ યાત્રા ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના બની રહી છે. આ યાત્રા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મહત્વને પ્રકાશિત કરવામાં મદદ મળશે.