વાત જાણે એમ છે કે સાંસદમાં નિયમ ભંગને લઇને 141 જેટલા સાંસદને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સંસદમાં વિપક્ષના નેતાઓ શિષ્ટાચાર અને મર્યાદાની ભાષા ભૂલી રહ્યા છે. ત્યારે આવી જ એક શરમજનક ઘટના મંગળવારે જોવા મળી જ્યારે TMC રાજ્યસભાના સાંસદ કલ્યાણ બેનર્જીએ મોટી સંખ્યામાં વિપક્ષી સાંસદો વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ ઉતારી…એટલુ જ નહિ આ તમામ બનાવ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શરમ રાખ્યા વગર પોતાના મોબાઈલથી તેનો વીડિયો બનાવતા જોવા મળ્યા હતા.
જ્યારે અનેક વિપક્ષી સાંસદો તેમને જોઈને હસી રહ્યા હતા. ત્યાં રાહુલ ગાંધી પણ હાજર હતા. તેઓ પણ હસતા હસતા તાળીઓ પાડતા દેખાયા હતા. એટલું જ નહીં, તેમણે કલ્યાણ બેનરજીનો મિમિક્રી કરતો વીડિયો પણ શૂટ કર્યો હતો. આ જોઈને ઉપરાષ્ટ્રપતિ ધનખડ ખૂબ ગુસ્સે ભરાયા હતા. આ ઘટના બાદ ઉપરાષ્ટ્રપતિએ આવા રાજકારણીઓની ટીકા કરી છે.
વધુમાં ધનખડે આ ઘટનાને તેમણે શરમજનક ગણાવીને કહ્યું હતું કે આ અસ્વીકાર્ય છે. આ અત્યંત અધમ કૃત્ય છે. મેં એ વીડિયો જોયો છે, જેમાં એક સાંસદ ઠેકડી ઉડાવે છે અને બીજો સાંસદ તેનો વીડિયો બનાવે છે. ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે.