જાણીતા અને સર્વના માનીતા એવા પ્રસિધ્ધ સંત શ્રી પ્રેમાનંદજીના દર્શન માટે મધ્ય રાત્રીએ હજારો ભક્તોની ભીડ થતી હતી. તેમાં નાનાથી લઇ મોટાઓ તથા વુધ્ધો મોટી સંખ્યામાં ભક્તો તેમની એક ઝલક મેળવવા માટે હાજર રહેતા હતા. ત્યારે આશ્રમ તરફથી નિર્ણય લેવાયો છે કે ગુરૂજી હવે રાત્રી દરમ્યાન દર્શન નહિ આપશે. કારણકે તેમને મળવા માટે વધતી જતી ભીડ અને મહારાજની તબિયતને ધ્યાનમાં રાખીને આશ્રમ મેનેજમેન્ટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.મહત્વનું છે કે આ સંદેશ શ્રી હિત રાધા કેલી કુંજ પરિકર દ્વારા જારી કરવામાં આવ્યો છે.
સંત શ્રી પ્રેમાનંદ મહારાજના સોશિયલ મીડિયાના ઓફિશિયલ પેજ પર જાહેર કરતા લખવામાં આવ્યું છે કે “તમને બધાને સુચિત કરવામાં આવે છે કે પૂજ્ય મહારાજજીની તબિયત અને વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને, પૂજ્ય મહારાજજી, જેઓ પદયાત્રા કરીને રાત્રે 2:30 વાગ્યે શ્રી હિત રાધા કેલી કુંજ જતા હતા, તે દરમ્યાન બધા ભક્તો દર્શન કરતા હતા. જેને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પુજ્ય મહારાજજી પ્રેમાનંદ મહારાજ રાત્રે 2.30 વાગ્યે છટીકરા રોડ પર શ્રી કૃષ્ણ શરણમ સોસાયટીથી રામનરેતી વિસ્તારમાં આવેલા તેમના આશ્રમ શ્રી હિત રાધા કેલી કુંજ જતા હતા. આ પદયાત્રા અંદાજે 2 કિલોમીટરની છે. આ પદયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં મહારાજના ભક્તો તેમના દર્શન કરવા ઉમટી પડે છે. ત્યારે હવે તે દર્શનનો ભક્તોને લાભ નહિ મળે… તમને જણાવી દઇએ કે પુજ્ય પ્રેમાનંદજી મહારાજની બન્ને કિડની ફેલ થઇ ગઇ છે. અને તેઓ હાલ ડાયાલિસીસ પર છે. ત્યારે તેમના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવાયો છે.