વિશ્વમાં ગુગલ આજે ખુબ જ લોકપ્રિય છે. ત્યારે ગુગલની નવી નવી એપ્લિકેશનો હવે અપગ્રેડ થવાની સાથે નવા ફીચર પણ લાવી રહી છે. જે ખુબ જ રસપ્રદ છે.
ગૂગલે પોતાના ગૂગલ મેપમાં મોટો ફેરફાર કર્યો છે. મળતી માહિતી મુજબ, ગૂગલ તેના મેપમાં એક એવું અપડેટ લાવ્યું છે. જે જાણી તમે ખુશ થઇ જશો. જી હા જો હવે ક્યાંક જતી વખતે તમે ગુગલ મેપનો ઉપયોગ કરશો તો તે ડેસ્ટિનેશન વચ્ચે જે પણ દુકાનો આવશે. તે તમને ગુગલ મેપમાં જોવા મળશે. તથા માહિતી સાથે દિશા-નિર્દેશ પણ આપશે.
આ નવી સુવિધા લાઇવ વ્યૂ વૉકિંગ નેવિગેશન ચાલતા જનાર લોકોને પણ દિશા નિર્દેશો અને અંતર માર્કર્સ પ્રદાન કરશે. મહત્વનું છે કે રીઅલ-ટાઇમ ટ્રાફિક ડેટા અને રોડ એલિવેશનના આધારે તમારૂ પેટ્રોલ ઓછુ બળે તે માટે ગુગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરે છે. તમને જણાવી દઇએ કે ગૂગલ મેપ્સ આવતા વર્ષની શરૂઆતમાં આ સુવિધા આપશે. જેનું નામ ગુગલે ‘એડ્રેસ ડિસ્ક્રીપ્ટર’ રાખ્યું છે.
ગૂગલ મેપ્સના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર મરિયમ ડેનિયલએ જણાવ્યું હતું કે ભારતમાં પહેલીવાર અમે ‘ગુગલ મેપ્સ’ પર ‘એડ્રેસ ડિસ્ક્રીપ્ટર’ રજૂ કરી રહ્યા છીએ, જે અમારા યુઝર્સને પહેલા કરતા વધુ સારી રીતે જગ્યાઓના એડ્રેસ સમજવામાં મદદ કરશે. આ ફીચર આવતા વર્ષની શરૂઆતમાં સમગ્ર ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ગૂગલ દ્વારા ભારતમાંથી શરૂ કરવામાં આવનાર આ પ્રથમ વૈશ્વિક સેવા હશે. આ હેઠળ, નકશાનો ઉપયોગ કરનાર વ્યક્તિ શેર કરેલા સ્થાનની નજીકના લેન્ડમાર્ક અને ત્યાંથી સ્થાનની દિશા જાણી શકશે.