વિપક્ષ સાંસદોએ સંસદની ગરિમાને લજવતુ અપકૃત્ય કર્યુ હતુ. TMC નેતા કલ્યાણ બેનર્જીએ ગરીમા અને મર્યાદા ભુલી જતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી.ત્યારે ઉપરાષ્ટ્રપતિના અપમાન પર ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને મોટો નિર્ણય લીધો છે. TMC નેતા કલ્યાણ બેનર્જી વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જગદીપ ધનખરના સન્માનમાં ભાજપના સભ્યો એક કલાક ઊભા રહેશે. અને રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લેશે. બંધારણીય પદનું અપમાન થયું છે. પ્રથમ વખત જાટ સમુદાયના ખેડૂત પુત્રને આટલું મોટું બંધારણીય પદ મળ્યું છે.
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેને ખેડૂતો અને જાટ સમુદાયનું અપમાન ગણાવ્યું છે.વધુમાં જોશીએ કહ્યુ કે વિપક્ષે પહેલા વડાપ્રધાનનું અપમાન કર્યું. હવે ઉપરાષ્ટ્રપતિનું અપમાન થયું છે. ભારત ઉપરાષ્ટ્રપતિનું અપમાન સહન નહીં કરે. વિપક્ષના અધોગતિનું આ એક નવું સ્તર છે.
જોષીએ કહ્યું કે, હું આ ઘટનાની સખત નિંદા કરું છું.આ લોકો બંધારણીય હોદ્દા ધરાવતા લોકોનું અપમાન કરે છે.તેઓ પીએમનું પણ અપમાન કરે છે.ભારત ઉપરાષ્ટ્રપતિનું અપમાન સહન નહીં કરે. આ દરમિયાન ઉપપ્રમુખ જગદીપ ધનખરે કહ્યું કે, મને મારી પરવા નથી, હું આ સહન કરી શકું છું. પરંતુ હું ખુરશીનો અનાદર સહન નહીં કરું. આ ખુરશીની ગરિમા જાળવવાની જવાબદારી મારી છે. મારી જાતિ, મારી પૃષ્ઠભૂમિ તથા આ ખુરશીનું અપમાન થયું છે.